તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:વલસાડ સહિત ત્રણ જિલ્લાના આશ્રમ શાળાઓ અને શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફના 750નો પગાર અટવાયો

વલસાડ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અધિકારીએ પગાર બિલની હાર્ડ કોપીનો આગ્રહ રાખ્યો

વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની 84 આશ્રમ શાળાઓ અને શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફના 750 કર્મચારીઓને લોકડાઉનમાં પગારથી વંચિત રહ્યા હતા. જિલ્લાના અધિકારીએ હાર્ડ કોપીનો આગ્રહ રાખતા પગારથી વંચિત રહ્યા છે.  વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની કુલ 84 આશ્રમ શાળા અને 10 ઉત્તર બુનિયાદી શાળાઓમાં શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફમાં ફરજ બજાવતા 750થી વધારે સ્ટાફનો પગાર અટવાયો છે. વલસાડ આશ્રમ શાળા અધિકારીએ શાળા સંચાલકો પાસેથી પગાર બિલની હાર્ડ કોપી માંગી હતી. લોકડાઉન વચ્ચે આશ્રમ શાળાના સંચાલકો દ્વારા અધિકારીને હાર્ડ કોપી મોકલાવી ન હતી. શાળા સંચાલકો દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી બિલ મોકલી આપવા શાળા સંચાલકોએ જણાવ્યું હતૌ. રાજ્યમાં વલસાડ જિલ્લાને છોડીને બાકીના તમામ જિલ્લાઓના આશ્રમ શાળા અધિકારીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તમામ સ્ટાફના પગાર બીલો તિજોરી શાખાને મોકલી આપ્યા હતા. જેથી તે તમામ આશ્રમ શાળાઓમાં પગાર ચૂકવાઈ ગયા છે. જે બાબતે વલસાડ આશ્રમ શાળા શિક્ષક સંઘના હોદ્દેદારોએ સોમવારે આશ્રમ શાળાના અધિકારીને મૌખિક રજુઆત કરી હતી. શિક્ષક સંઘના હોદ્દેદારોને અધિકારીએ ટુંકજ સમયમાં તમામ કર્મચારીઓને પગાર ચૂકવાઈ જશે તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો