તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોક ભાગીદારી:દાનહમાં સખી મંડળની બહેનોએ સિવણ ક્લાસ કરી 900 માસ્ક બનાવી વહેચ્યા

સેલવાસ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જય ક્રોપ ઇન્ડ. દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત સિવણ ક્લાસ ચાલે છે

દાનહમાં આવેલ જય ક્રોપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સીએસ આર પ્રવૃત્તિ અંતર્ગત બેડપા સખી મંડળ ની 30 બહેનોને ટેલારિંગ તાલીમ આપી ઘેરબેઠા રોજગારી મળે એવી વ્યવસ્થા કરી હતી તાલીમ પછી રોજગારી મેળવતી બહેનોએ 400 ની વસ્તી ધરાવતા ગામા 900 થી વધુ માસ્ક બનાવી મફત વિતરણ કરી કરોના સામેની લડાઈમાં પોતાની ભાગીદારી નોંધાવી.
સખી મંડળની બહેનો દ્વારા અત્યાર સુધીમાં 2 હાજર જેટલા માસ્ક બનાવી પોતાના જ ગામમાં મફત વિતરણ કરવામાં આવેલ છે
વૈશ્વિક મહામારી કોરોના ના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય, સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા સખીમંડળો દ્વારા માસ્ક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહેલ છે. અંતરયાળ વિસ્તારના માંદોની  બેડપા પંચાયત ની ગ્રામીણ વિસ્તારની સખી મંડળની બહેનો દ્વારા અત્યાર સુધીમાં 2 હાજર જેટલા માસ્ક બનાવી  પોતાના જ ગામમાં મફત વિતરણ કરવામાં આવેલ છે. આ કામગીરીને વધુ વેગ આપી માસ્કનું વધારે સંખ્યામાં ઉત્પાદનની કામગીરી થાય તે માટે સઘન આયોજન જય ક્રોપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને ઉત્પાદિત માસ્કનો રાહત દરે  માસ્ક સ્વૈચ્છિક સંસ્થાઓ, હોસ્પિટલો, ટ્રસ્ટો કે વ્યક્તિગત ધોરણે જથ્થાબંધ નક્કી કરાયેલ મૂલ્યથી વેચી સખીમંડલ ને આર્થિક રીતે પગભર કરવા જય ક્રોપ ઈન્ડસ્ટ્રીઝ સદેવ તત્પર હોવાનું ડોક્ટર શેલકે,અને પ્રોજેકટ હેડ રાહુલ અહિરે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો