તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથાપાઇ:અરનાલામાં પુત્રએ કામ રોકતા પિતાએ માથામાં છરો માર્યો, લોહીલુહાણ હાલતમાં પુત્રને હોસ્પિટલ ખસેડાયો

પારડી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડીના અરનાલા ગામે બે ગાળાના મકાનના એક ગાળામાં ઇન્ઝામુલહક ખોટ તેની પત્ની દિવ્યબેન સાથે રહે છે. અને બીજા ગાળામાં તેના પિતા અબ્દુલહક માતા અને નાનોભાઈ ઈનામૂલહક રહે છે ઇન્ઝામુલહકે દોઢ એક  વર્ષથી ઉમરસાડી માંગેલાવાડમાં રહેતી દિવ્યાબેન ટંડેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી તેવો અલગ રહેતા હતા. ગુરુવારના રોજ ઇન્ઝામુલહકે તેના ઘરની પાછળ સંડાસ બાથરૂમ બનાવવા માટે કડિયા બોલાવી કામ શરૂ કરતાં તેના પિતા અબ્દુલ હક તથા નાના ભાઈએ ઈનામૂલહકે ત્યાં આવી કામ અટકાવવા કહ્યું હતું. ઇન્ઝામુલહકે આ જ્ગ્યા અમારી છે. અમને કામ કરાવવા દો અમે કહેતા બંનેએ ઉશ્કેરાઈ જઈ ઇન્ઝામુલહકને ઢીક્કા મુક્કીનો માર મારવાનો શરૂ કરી દીધો હતો. દરમિયાન તેના પિતાએ દોડી જઈ રૂમ માથી છરો લઈ આવી માથામાં ઉંધો મારી દીધો હતો જેથી ઇન્ઝામુલહકને માથા માથી લોહી નીકળવા લાગ્યું હતું. અને તે બેભાન થઈ ગયો હતો પરિણામે તેના પિતા અને નાનોભાઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલી ગયા હતા. ઘાયલ ઇન્ઝામુલહકને રિક્ષામાં પારડી  હોસ્પિટલ લવાતા હાલ તે સારવાર હેઠળ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો