તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:લોકડાઉનમાં પુસ્તક સાથે અન્ય સામાન પણ લેવાની ફરજ પડાઇ, ગ્રાહકને અનુભવ થતાં ફરિયાદની તૈયારી

પારડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પારડીના ગ્રાહકને અનુભવ થતાં ફરિયાદની તૈયારી

લોકડાઉન વચ્ચે પારડીમાં રવિવારે બુક સ્ટોરની દુકાનમાં એક ગ્રાહક પાઠયપુસ્તક લેવા ગયા હતાં. પાઠપુસ્તકની સાથે અન્ય લિસ્ટ જોતા આ સામાન પણ અહીથી લેવાનો આગ્રહ દુકાનદારે કર્યો હતો. ગ્રાહકે માત્ર પાઠપુસ્તક જ આપવાનું જણાવ્યુ હતું. જેથી દુકાનદારે ના પાડતાં ગ્રાહકે પારડી મામલતદારને ફરિયાદ કરવાની તૈચારી કરી છે.

પારડીના વિનાયક બુક સ્ટોર્સ નામની દુકાનમાં રવિવારે  એક ગ્રાહક એનસીઆરટીના પાઠ્યપુસ્તકો લેવા માટે ગયા હતાં. પાઠ્યપુસ્તકનું લિસ્ટ જોયા બાદ પાઠ્યપુસ્તકની સાથે તમારે અન્ય સામાન પણ દુકાનમાંથી લેવો પડશે નોટબુક પણ લેવી પડશે આખો સેટ સાથે જ મળશે એવું દુકાનદારે જણાવ્યુ હતું.

ગ્રાહકે જણાવ્યુ હતુ કે મારી પાસે અન્ય બધી જ વસ્તુ છે માત્ર પાઠ્યપુસ્તક નથી એટલે પાઠ્યપુસ્તકની જરૂર છે. ત્યારે દુકાનદારે  પાઠ્યપુસ્તક એકલા ન મળશે તેમ કહી પાઠ્યપુસ્તક આપવાની ના પાડી હતી. દુકાનદારે તમને એકલા પાઠ્યપુસ્તકો નહીં આપશે  કહી ઉદ્ધતાઈથી વર્તન કરતાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જાગૃત નાગિરકે આ અંગે પારડી મામલતદારને ફરિયાદ કરવાની તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો