તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધગળમાળગામે નિશાળ ફળિયામાં લોકડાઉનમાં જુગાર રમતા હોવાનો મેસેજ કંટ્રોલ રૂમમાં જતા મંગળવારે સાંજે પોલીસે છાપોમારીને 8 લોકોને ઝડપી લીધા હતા. જ્યારે ઉદવાડા પ્રાથમિક શાળામાં જુગાર રમતાં માજી ડેપ્યુટી સરપંચ સહિત 6 લોકો ઝડપાયા હતા. પારડી પોલીસે ધગડમાળગામે નિશાળ ફળિયામાં જુગાર રમતા ગુલાબ લક્ષ્મીભાઈ પટેલ, ઈશ્વર ઉત્તમ પટેલ, સુરેશ શુકકરભાઈ પટેલ, સચિન જીતુ પટેલ, વસંત ચમાર પટેલ, દિલીપ અમરત પટેલ, જીતુ ગમનભાઈ પટેલ તમામ રહે ધગડમાળ, નિશાળ ફળિયાને ઝડપી લીધા હતા. પોલીસે જુગારની રેડ દરમિયાન 810 રૂપિયા કબ્જે લીધા હતા. ઉદવાડાના માંગેલવાડ સ્થિત પ્રાથમિક શાળામાં જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પીએસઆઇ એસ.બી.ઝાલા અને તેમની ટીમે રેઇડ કરીને ગામના માજી ડેપ્યુટી સરપંચ દિનકર ધનજી ટંડેલ અને કરણ મહેશ ભંડારી, સંજય રમણભાઇ પટેલ, કમલેશ દયારામ પટેલ, મહેશ ભગુભાઇ પટેલ, નિમેષ બળવંતરાય પટેલની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી જુગારમાં રાખેલા 240 રૂપિયા તથા 6 મોબાઇલ મળીને કુલ 8,625નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.