તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:પારડી રોહિણામાં જમીન મુદ્દે પાઇપથી 2જૂથની મારામારી, બંને પાડોશીની સામસામે ફરિયાદ

પારડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડીના રોહિણાગામે બે પાડોશીઓ વચ્ચે લાકડાં નાંખવાના મુદ્દે બોલા ચાલી બાદ  દાતરડાં તેમજ લાકડાં વડે બંને પાડોશીએ એક બીજા પર હુમલો કરી દેતા બંને પાડોશીના પરિવારના કેટલાક સભ્યો ઘવાઇ ગયા હતા.

પારડી પોલીસ મથકે મનીષાબેન ગણેશભાઈ પટેલે નોધાવેલી ફરિયાદ અનુસાર પાડોશમાં રહેતા બાબુ મણિલાલ પટેલ અને તેમના બે દીકરા ગોકુલ,ભાવિક તેમની જમીનમાં  લાકડાંના સુકાઈ ગયેલા ડાળાં ઘરની દીવાલ અડીને નાંખતા હોય ના પાડતા ત્રણેય ઉશ્કેરાઈ ગણેશને તેના નાનાભાઈ હિતેશને ઢીક્ક મુક્કી સાથે દાતરડાંથી મારતા ગણેશ અને હિતેશ ઘવાયા હતા. તેમજ સાસુ મણિબેન અને તેમની ફુઈ સાસુને લક્ષ્મીબેનને પણ માર માર્યો હતો. તો બીજી તરફ ગોકુળ પટેલે નોધાવેલી ફરિયાદમાં તેના પિતા બાબુ અને ભાઈ ભાવિક સાથે ત્રણેય  લાકડાં મુક્તા હતા ત્યારે ગણેશ અને તેની પત્ની મનીષાબેને ત્યા આવી ગણેશ અને તેના ભાઈ હિતેશે લોખંડના પાઇપ અને લાકડાથી બાબુભાઈ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર મારામારી બાબતે પારડી પોલીસે બંને પક્ષોએ સામેસામી ફરિયાદ નોધાવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો