તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:વાપી RGAS હાઈસ્કૂલમાં રવિવારે પણ શ્રમિકો આવ્યા, વતન જવા શ્રમિકોમાં ભારે ઉતાવળ

વાપી 10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી આરજીએએસ હાઇસ્કુલમાં રવિવારે રજા હોવા છતાં રેલેવેની ટિકિટના રજિસ્ટ્રેશન માટે શ્રમિકોએ લાંબી લાઇન લગાવી હતી. રવિવારે રજિસ્ટ્રેશન માટે કોઇ સુવિધા ન હોવા છતાં શ્રમિકો લાઇનમાં ઊભા રહેતાં આખરે પોલીસ પહોંચી શ્રમિકોને સમજાવી પરત મોકલ્યા હતાં.

આરજીએએસ હાઇસ્કુલ, વીઆઇએ સહિતના સ્થળોએ શ્રમિકો માટે તંત્રએ રેલવેના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવી છે. મેડિકલ ચેકઅપ સાથે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યુ છે.પરંતુ રવિવારે વાપી આરજીએએસ હાઇસ્કુલમાં રવિવાર હોવાથી કોઇ રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરાઇ ન હતી. આમ છતાં પણ રવિવારે મોટી સંખ્યામાં શ્રમિકો અહી આવ્યા હતાં. શ્રમિકોની લાંબી કતારો લાગી ગઇ હતી. જેને લઇ વાપી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તમામ શ્રમિકોને સ્થળ પરથી હટાવ્યા હતાં. શ્રમિકોને કયારે રેલેવી ટિકિટનું રજિસ્ટ્રેશન થશે તે અંગે પુરતી જાણકારી મળી રહી નથી. પરિણામે શ્રમિકો વતન જવા માટે ઠેર-ઠેર દોડી રહ્યાં છે. હવે પછી યુપી,બિહારમાં ટ્રેન કયારે જશે તેની પણ કોઇ જાહેરાત કરી નથી, 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો