તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:મહારાષ્ટ્રથી વડોદરા જતાં 30થી વધુ શ્રમિકો ભીલાડમાં અટવાયા, બે દિવસથી કોઈ ફરક્યું નથી

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચે બસ મોકલવા કહ્યું પણ બે દિવસથી કોઈ ફરક્યું નથી

લોકડાઉનના કારણે મુળ વડોદરાના 30થી વધુ શ્રમિકો બાળકો સાથે મહારાષ્ટ્રથી ગુજરાત માટે ત્રણ દિવસ પહેલા નીકળ્યા હતા. ગામના સરપંચે બસ મોકલવા કહેતા તેઓ ભીલાડ હાઇવે ઉપર બે દિવસથી બસની રાહ જોઇ રહ્યા છે. 

મહારાષ્ટ્રના પનવેલ વિસ્તારમાં મજૂરી કામ કરી ગુજરાન કરતા શ્રમિકો લોકડાઉનને લઇ પરત વતન જવા માટે મંગળવારે સરકારી બસમાં તલાસરી બોર્ડર ઉપર પહોંચ્યા હતા. જ્યાંથી ચાલતા ચાલતા તેઓ ભીલાડ હાઇવે પહોંચ્યા હતા. વડોદરાના દબકા ગામે રહેતા મજૂર રમેશ માલીએ જણાવ્યું હતું કે, ગ્રામ સરપંચ મનોજભાઇ સાથે ફોન પર વાત થઇ હતી અને તેઓ મજૂરોને લેવા માટે બસ મોકલવાના છે. જેથી મંગળવાર રાતથી બાળક, મહિલા મળી કુલ 39 લોકો હાઇવેની બાજુમાં બસની રાહ જોઇ રહ્યા છે. વડોદરાના અભોર ગામમાં રહેતા વિક્રમ માલીએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે બે દિવસથી બસ માટે બેસેલા છીએ. આ દરમિયાન એક સંસ્થા સવારે ચા-નાશ્તો આપી જાય છે. બાકી આખો દિવસ ભૂખે રહેવા મજબૂર છીએ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો