તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાંતિય:લવાછાથી બિહાર ત્રણ ટેમ્પોમાં જતાં 150થી વધુ શ્રમિકો તીઘરાથી ઝડપાયા

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાંસપોર્ટરે વ્યક્તિદીઠ 3000 ઉઘરાવ્યા હતા, ત્રણેય ટેમ્પો કબજે કરાયા

વાપી સેલવાસ બોર્ડર પર આવેલ કરમખલ અને લવાછા ગામથી મંગળવારે રાત્રે બિહાર જવા 3 ટેમ્પોમાં નીકળેલા 150થી વધુ લોકોને દાદરા પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન તીઘરામાં અટકાવી તમામને પરત મોકલાવી ત્રણેય ટેમ્પો કબજે કરાયા હતા. લોકોને ઘેટા બકરાની જેમ ભરી વતન છોડવા બદલ ટ્રાંસપોર્ટરે વ્યક્તિદીઠ રૂ.3000 ઉઘરાવ્યા હતા. જોકે અત્યાર સુધી તેણે કોઇના પણ રૂપિયા પરત ન ચૂકવ્યા  હોવાનું જાણવા મળ્યું છે. 

બિહાર જવા નીકળેલા ત્રણ ટેમ્પો તીઘરા બોર્ડર પર દાદરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી
લોકડાઉનને લઇ બેરોજગાર બનેલા પરપ્રાંતિય શ્રમિકો હવે પોતપોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. જેને લઇ સરકાર પણ અનેક ટ્રેનો શરૂ કરી તેમને વતન મોકલવા માટે આગળ આવી છે. આવી પરિસ્થિતિમાં વાપી સેલવાસ બોર્ડર પર આવેલ કરમખલ અને લવાછા વિસ્તારમાં રહેતા શ્રમિકો મંગળવારે રાત્રે એક ટ્રાંસપોર્ટરને વ્યક્તિદીઠ રૂ.3000 ચૂકવીને વતન બિહાર જવા માટે ટેમ્પોમાં નીકળ્યા હતા. ટ્રાંસપોર્ટર દ્વારા લોકોને ઘેટાં-બકરાની જેમ ભરી બહારથી તાડપત્રી લગાવી કરમખલથી ગાડીને રવાના કરાઇ હતી. તે દરમિયાન બિહાર જવા નીકળેલા ત્રણ ટેમ્પો તીઘરા બોર્ડર પર દાદરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી.

કંપની બંધ હોય વતન જતા હતા
લોકડાઉનને લઇ કંપની બંધ થતા વતન જવા નીકળ્યો હતો. ટ્રાંસપોર્ટર બિપીન યાદવને વ્યક્તિદીઠ રૂ.3000 ચૂકવ્યા હતા. જે અમને મળ્યા નથી. ફોન કરીએ તો ગાડી છૂટશે પછી જ રૂપિયા આપવા જણાવે છે. રાત્રે પોલીસે અટકાવતા ત્રણથી ચાર કિલોમીટર દૂર પરિવાર સાથે ચાલતા ઘરે જવાની નોબત આવી હતી. - રાહુલ યાદવ, શ્રમિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો