તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:કચીગામ બોર્ડરે મહિલા કામદારોનો ચક્કાજામ, દમણની કંપનીમાં નોકરી જવા માટે પ્રવેશ ન અપાતા મહિલાઓ વિફરી

વાપી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંઘપ્રદેશ દમણ પ્રશાસન એક તરફ પરપ્રાતિય કામદારોને વતન મોકલવા માટે વ્યવસ્થા કરી રહી છે તો બીજી તરફ વાપી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા કામદારોને સંઘપ્રદેશમાં પ્રવેશ આપી રહી નથી. બુધવારે બપોરે મોટી સંખ્યામાં મહિલા કામદારો કચીગામ ચેકપોસ્ટ ઉપર પહોંચીને હલ્લો મચાવીને રોડ જામ કરતા પોલીસ દોડતી થઇ હતી. બે દિવસ અગાઉ વાપીના વેપારી, ઉદ્યોગપતિ અને દુકાનદારોએ દમણમાં પ્રવેશ આપવાની માગ સાથે ડાભેલ ચેકપોસ્ટ ઉપર એકત્ર થઇને દમણમાં પ્રવેશ માટેની રજૂઆત કરી હતી.

બીજી તરફ બુધવારે મોટી સંખ્યામાં વાપી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી દમણના કચીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતી મહિલાઓ એકત્ર થઇને દમણમાં પ્રવેશની માગ સાથે ચક્કાજામ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, એક તરફ પ્રશાસન દ્વારા પરપ્રાતિય કામદારોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી કરીને દમણના ઓદ્યોગિક એકમોમાં કામદારોની સંખ્યા આવનારા દિવસોમાં ચૌક્કસ ધટશે. બીજી તરફ વાપી સહિત આજુબાજુના વિસ્તારની મહિલા કે જેઓ દમણની વિવિધ કંપનીમાં કામ કરી રહી છે તેમને પ્રવેશ ન અપાતા છેલ્લા બે માસથી તેઓ  ઘરે બેસી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો