તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનના કારણે દમણની બોર્ડરને સિલ કરી દેવામાં આવી છે. ગુજરાત તરફના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. વાપી,વલસાડ,પારડીના શ્રમિકોની સાથે દમણમાં ઉદ્યોગ ધરાવતા ઉદ્યોપતિઓને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. આ મામલે વલસાડ કલેકટરને પણ રજૂઆત કરાઇ છે,આમ છતાં હજુ સુધી દમણમાં એન્ટ્રી ગુજરાતના લોકોને અપાઇ નથી. જેથી ગુજરાતના કંપની સંચાલકોમાં આક્રોશ વધી રહ્યો છે. બંને પ્રશાસનો આ પ્રશ્ન ઉકેલે તે જરૂરી છે.
વાપીના વટાર,કુતા અને તરક પારડીના સ્થાનિક લોકોએ દમણમાં પ્રવેશ ન મળતાં ત્રણથી ચાર વખત વિરોધ પ્રદર્શન કર્યુ છે. મહિલાઓ પણ રસ્તા પર ઉતરી હતી,આમ છતાં દમણમાં નોકરિયાતવર્ગને એન્ટ્રી આપવામાં આવતી નથી. શ્રમિકોની સાથે વાપી,વલસાડ,પારડીના કેટલાક ઉદ્યોગપતિઓની કંપની દમણમાં છે. લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધી પ્રવેશ ન મળતાં ઉદ્યોગપતિઓમાં રોષ વધી રહ્યો છે. આ અંગે દમણમાં કંપની ધરાવતાં પારડીના શરદભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે વલસાડ જિલ્લામાં હવે એક પણ કેસ નથી. દમણમાં પણ કેસ નથી. આવા સંજોગોમાં શ્રમિકો અને ઉદ્યોગપતિઓને દમણમાં જવાની મંજુરી આપવી જોઇએ. કારણ કે પગાર,ઉત્પાદન સહિતની પ્રક્રિયા અંગે કંપની સંચાલકોએ દમણ જવુ જરૂરી છે.
લોકડાઉન પછી મંજુરી આપવા છતાં એકમો શરૂ કરી શકયા નથી. વલસાડ અને દમણ પ્રશાસને સંકલન કરી દમણમાં પ્રવેશ આપવો જેાઇએ. આ માટે અનેક રજૂઆતો થઇ છે. જેને ગંભીરથી લેવાની જરૂર છે. શ્રમિકોની સાથે કંપની સંચાલકોને પણ તકલીફ પડી રહી છે. દમણ પ્રશાસનની જોહુકમીને લઇ દમણની સરહદથી ઘેરાયેલા વલસાડ જિલ્લાના કુંતા અને વડોલી ગામના લોકોએ થોડા દિવસો પહેલા દમણથી આવતા લોકોની પણ એન્ટ્રી બંધ કરી દીધી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.