તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:વાપીમાં પત્નીનો હત્યારો ઉદ્યોગપતિ સળિયા પાછળ, ઝેર પિવડાવી ગળું દબાવી દીધુ હતું

વાપી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી માં પત્નિની હત્યા કરનાર ઉદ્યોપતિ પતિ સળિયા પાછળ ધકેલાયો છે.વાપી ખોડિયાર નગરમાં રહેતો ચંદન ઉર્ફે ચેતન સુભાષ પાટીલે ફેબ્રુઆરી માસમાં મહારાષ્ટ્રની પ્રતિક્ષા સાથે લગ્ન કર્યા હતા. ગરીબ પરિવારની દીકરી હોવાથી લગ્નના અઠવાડિયા બાદથી સાસુ, જેઠ અને જેઠાણી પ્રતિક્ષાને અવારનવાર ત્રાસ આપવા લાગ્યા હતા. 3મે ના રોજ પ્રતિક્ષાની લાશ ભેદી સંજોગોમાં ઘરમાંથી મળી હતી.ડુંગરા પોલીસે પીએમ કરાવતા કોલ્ડ્રીંકમાં ઉંદર મારવાની દવા પીવડાવી હત્યા કર્યાનું ું બહાર આવ્યું હતું. આરોપી ચંદને કબૂલાત કરી હતી કે, ભાડુઆત મહિલા સાથે આડા સંબંધની જાણ પ્રતિક્ષાને થઇ જતા તે ઝગડો કરતી હતી. જેથી ઝેર પીવડાવ્યા બાદ મોડી રાત્રે તે ઉઠી જતા તકિયાથી તેનું મોઢું અને ગળું દબાવી તેણે હત્યા કરી નાખી હતી. કોરોનાની ચકાસણી બાદ સોમવારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી પરિણીતાને ત્રાસ આપનારા સાસુ રેખાબાઇ, જેઠ વિવેક અને જેઠાણી સુજાતાને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો