તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લામાં ધીમે-ધીમે કેરી માર્કેટમાં કેરીનું આગમન શરૂ થઇ ચુકયુ છે. પરંતુ લોકડાઉનના કારણે ખેડૂતોના વાહનોની હેરફેર માટે છૂટછાટ મળે અને પોલીસ હેરાનગતિ ન કરે તે માટે કલેકટર સુધી રજૂઆતો થઇ હતી. પારડી ધારાસભ્યએ પણ કલેકટર અને જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. જેને લઇ હવે વલસાડ,પારડી,ધરમુપર સહિતના કેરી માર્કેટમાં ખેડૂતોના વાહનોને અટકાવામાં આવશે નહી. જો કે લોકડાઉનના કારણે તમામ નિયમોનું પણ પાલન પણ ખેડૂતો અને વેપારીએ કરવું પડશે.
કલેકટરે ખેડૂતોને કેરીની અવર-જવરના વાહનોને નિયમોને આધિન મંજુરી આપી
વલસાડી હાફુસ તરીકે જાણીતા વલસાડ જિલ્લાની એપીએમસીમાં ખેડૂતો દ્વારા કેરી મોકલવાનું શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ લોકડાઉનના કારણે કેરી માર્કેટમાં લાવવા માટે ખેડૂતો મુંઝવણમાં હતાં. આ અંગે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ ગુરૂવારે કલેકટર અને જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે જિલ્લામાં ખેડૂતોને કેરીની હેરફેર માટેના વાહનોને મંજુરી આપવામાં આવે તે જરૂરી છે કારણ કે ખેડૂતો કેરી સિઝનની આવક પર ગુજરાન ચલાવતા હોય છે. સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખેડૂતો અને વેપારી આ કામગીરી કરશે. આ રજૂઆત બાદ કલેકટરે ખેડૂતોને કેરીની અવર-જવરના વાહનોને નિયમોને આધિન મંજુરી આપી હતી. જેથી વલસાડ,પારડી,ધરમપુર સહિતની કેરી માર્કેટમાં ખેડૂતો કેરી માટેના વાહનોની હેરફેર કરી શકશે. પોલીસ તેમને અટકાવશે નહી. રાત્રે 10 વાગ્યા પછી વેપારીઓ કેરી માર્કેટમાં જયાં કેરી મોકલવાની છે તેની કામગીરી કરશે. જેથી હવે કેરી સિઝન માટે ખેડૂતોને રાહત મળી છે. જો કે નિયમોનું પણ ખેડૂતોએ પાલન તો કરવું પડશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.