તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો ભંગ:લોકડાઉન ખૂલ્યાની અફવાથી ચાલકો રિક્ષા લઈને રસ્તા પર ઉતર્યા

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50થી વધુને સમજાવી પરત મોકલ્યા

બુધવારે 50થી વધુ રિક્ષાચાલકો લોકડાઉન ખૂલી ગયા હોવાનું સમજી રોડ ઉપર ભાડુ મારવા નીકળી પડ્યા હતા. જોકે પોલીસે તમામને અટકાવી સાચી માહિતી આપી પરત ઘરે મોકલાવ્યા હતા. 

લોકડાઉનને કારણે માત્ર રિક્ષા ફેરવી ગુજરાન ચલાવનારા લોકોની હાલત સૌથી વધુ કફોડી બની
મંગળવારે પીએમ મોદીએ મન કી બાત કર્યા બાદ બુધવારે વાપીના રિક્ષાચાલકોમાં કોઇએ એવી અફવા ફેલા‌વી હતી કે, લોકડાઉન ખુલી ગયું છે અને હવે રિક્ષાથી ભાડુ મારી શકાય છે. જેથી વાપીના વિવિધ વિસ્તારમાં રહેતા ચાલકો પોતપોતાની રિક્ષા લઇ સ્ટેશન રોડ પર આવી ગયા હતા. કેટલાક ચાલકો પેસેંજર ભરીને નીકળતા નજરે ચઢ્યા હતા. જોકે કોપરલી ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિકના કર્મીઓએ ત્યાંથી પસાર થતા 50થી વધુ ચાલકોને અટકાવી પૂછપરછ બાદ સાચી માહિતી આપી હતી. કોઇ પણ ચાલક રિક્ષા લઇ બહાર ન નીકળે તે સમજણ આપી તમામને પરત ઘરે મોકલી દેવાયા  હતા. છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી લોકડાઉનને કારણે માત્ર રિક્ષા ફેરવી ગુજરાન ચલાવનારા લોકોની હાલત સૌથી વધુ કફોડી બની ગઇ છે. તેઓ લોકડાઉન ખોલવાની રાહ જોઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો