તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ:બે પ્રદેશમાં લાંચ લેનાર IFSને ફરી દમણમાં પોસ્ટિંગથી ચર્ચા

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત સપ્ટેમ્બરમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો હતો

સંઘપ્રદેશ દાનહ પ્રશાસનમાં વર્ષ 2010માં ડેપ્યુટી કન્ઝર્વેટિવ ઓફ ફોરેસ્ટના અધિકારીએ લાંચ લેવાના કેસમાં  સીબીઆઇએ ઝડપી લીધો હતો. જોકે, ત્યારબાદ ચંદીગઢમાં પોલ્યુશન કંટ્રોલ કમિટિના મેમ્બર સેક્રેટરી બનેલા  આ અધિકારી ફરીથી એક લાખ રૂપિયાની લાંચ લેવામાં સીબીઆઇના હાથે ઝડપાયો હતો. સેલવાસ અને ચંદીગઢમાં લાંચ લેતા ઝડપાયેલા આ આઇએફએસ અધિકારીની પુન: દમણમાં પોસ્ટિંગ કરાતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. 

ગત સપ્ટેમ્બર 2019માં તેઓ ફરી 1 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇના હાથે ઝડપાયા
સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહના પ્રશાસક પ્રફુલ પટેલ ટ્રાન્સપરન્સી ગર્વન્સની વાત કરતા હોય છ. પ્રદેશમાં ઝીરો ભષ્ટાચાર થાય એ માટે સતત પ્રયાસો કરાતા હોય છે એવા સંજોગમાં સંઘપ્રદેશ દાનહ અને ચંદીગઢમાં જેમના ઉપર ભષ્ટાચાર અને  લાંચ લેવાના આક્ષેપ મુકાયા છે એવા આઇએફએસ અધિકારી વિરેન્દ્ર ચૌધરીની પુન: એક વખત સંઘપ્રદેશ દમણમાં બદલીના ઓર્ડર કરાતા પ્રશાસનિક તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંઘપ્રદેશ દાનહના પ્રશાસનિક તંત્રમાં વર્ષ 2010માં બિરેન્દ્ર ચૌધરી ડેપ્યુટી કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઇફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓ મુંબઇ સીબીઆઇની એન્ટી કરપ્શન બ્યુરોના હાથે લાંચ કેસમાં ઝડપાયા હતા. આ કેસમાં હજુ સુધી કોઇ ચુકાદો આવ્યો નથી. જોકે, તેમને ચંદીગઢમાં પોલ્યુશન કંટ્રોલ કમિટિના મેમ્બર સેક્રેટરી જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના ફરજ દરમિયાન ગત સપ્ટેમ્બર 2019માં તેઓ ફરી 1 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇના હાથે ઝડપાયા હતા. આ કેસમાં  સીબીઆઇએ 1500 પાનાંની ચાર્જશીટ અને 22 જેટલા ગવાહ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમની અંદામાન નીકોબારમાં બદલી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો