તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દમણની સરહદ સીલ છતાં છૂપા માર્ગે શ્રમિકો ચાલીને વાપી પહોંચ્યા, UP જવા વતનથી પૈસા મંગાવ્યા

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પગાર ન મળતાં UP જવા વતનથી પૈસા મંગાવ્યા

દમણે લોકડાઉનનો અમલ કરાવવા માટે દમણથી ગુજરાતમાં પ્રવેશવાની તમામ સરહદો સીલ કરીને પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો છે. છેલ્લા ચારેક દિવસથી કામદારો વતન જવાની માગ સાથે ચેકપોસ્ટ ઉપર આવીને હલ્લો કરી રહ્યા છે. જોકે, પ્રશાસનિક વિભાગ દ્વારા કામદારોને વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરાતા આખરે ઉત્તરપ્રદેશના શ્રમિકો દમણથી છૂપા માર્ગે ખેતર અને ઝાડી જંગલમાંથી પાંચ કલાક ચાલીને તેઓ આખરે વાપી પહોંચતા વતન જવાની આશા બંધાઇ છે.

દમણના ભીમપોર સ્થિત આવેલી કંપનીમાં કોન્ટ્રાક્ટર સાથે કામ કરતાં કેટલાક પરપ્રાતિયો કામદારો ગુરૂવારે મધરાતે જ ચાલતા દમણના છૂપા માર્ગે ઝાડી અને ઝાંખરામાંથી ચેકપોસ્ટ પસાર ન કરવા પડે એ રીતે વાપી હાઇવે સુધી પહોંચી ગયા હતા. અંદાજે 20 કામદારોનું આ ગ્રુપ ઉત્તરપ્રદેશના ચિત્રપુર માટે દમણથી નીકળ્યું છે. દમણની બોર્ડર સીલ કરીને તેઓ વાપી હાઇવે ઉપર પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોવાથી છેલ્લા બે માસથી પગાર મળ્યો નથી. ખાવાના પૈસા રહ્યા નથી ત્યાં વતન કેવી રીતે જઇ શકીએ. વતન જવા માટે હાલ ભાડાં રૂપિયા ત્યાંથી મંગાવ્યા છે જો વ્યવસ્થા થશે તો વાહન કે બસમાં બેસી જઇશું નહિં તો 1400 કિમી ચાલતા નીકળી જઇશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો