તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:દમણની ક્રીએટીવ અને વાપીની વેલસ્પન કંપનીના કામદારોનો પગાર મુદે વિરોધ

વાપી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાપીમાં કંપની સંચાલકોએ આશ્વાસન આપતા મામલો થાળે

સંઘપ્રદેશ દમણની ક્રિએટીવ ટેક્સટાઈલ કંપનીમાં છેલ્લા 2 મહિનાથી કામદારોનો પગાર કરવામાં ન આવતા આ કંપનીના 500 જેટલા કામદારો રસ્તા ઉપર ઉતરી આવી કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ વાપીમાં મોરાઈ વિસ્તારની વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં કામદારોએ કંપનીના ગેટ પર આવી પગાર બાબતે રજુઆત કરી ત્યાં જ અડિંગો જમાવી દેતા કામદારોએ વિરોધ કર્યો હતો. કામદારોના વિરોધ વચ્ચે કંપની સંચાલકોએ કામદારોની પગારના મુદે ગેરસમજ દુર કરવાના પ્રયાસો કર્યા હતાં. કંપની સંચાલકોએ આગામી દિવસોમાં પગાર કરી દેવાનુ આશ્નાસન આપતાં હડતાલ સમેટાઇ હતી. 

મોરાઇની વેલસ્પન કંપનીમાં વલસાડ-ડાંગ-નવસારી જિલ્લાના કામદારો કામ કરી રહ્યા છે. લોકડાઉનમાં આ કામદારોને કામ માટે બોલાવવામાં આવ્યા ન હતાં.સરકારની ગાઇડલાઈન મુજબ જરૂરી કામદારો સાથે ઉત્પાદન કરતી હતી. જેમાં એપ્રિલ મહિનાનો પગાર કામદારોના ખાતામાં જમા નથતા અને તેઓના કાર્ડ બ્લોક થઈ જતા કંપનીના ગેટ પર આવી કંપની સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી. કામદારોએ પગારની માગ કરી હતી.  

આ મામલે કંપનીના આસીસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ નિર્દોષ સિંઘે જણાવ્યું હતું કે કામદારો હડતાળ પર નથી. પરંતુ કંપનીમાં જે કામદારો કામ પર આવતા હોય તે 10 દિવસ કામ પર ના આવે તો તેનું કાર્ડ બ્લોક થઈ જાય છે. જેને લઈને તેઓમાં ગેરસમજ ઉભી થઇ હતી. હાલ તમામ કામદારોને પગાર મળી જશે તેવું આશ્વાસન આપી પગાર અંગેના ફોર્મ ભરવાનું, બ્લોક કાર્ડને અનબ્લોક કરવાની કામગીરી હાથ ધરી છે.આ આશ્વાસન બાદ કામદારોએ હડતાળ પરત ખેચી લીધી હતી. જો કે વાપીની કેટલીક અન્ય કંપનીઓમાં પગાર ન થયો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. એપ્રિલ માસના પગારને લઇ કંપનીઓમાં પણ મૂંઝવણમાં છે. કંપની સંચાલકો એક તરફ કંપની ચલાવવા માગે છે પણ કામદારોને પગાર આપવા બાબતે રઝળાવી રહ્યા છે. જેને લઈ કામદારોમાં રોષ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો