તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:દુણેઠાની ઓપેરા ક્લોથિંગ કંપનીના 450 કામદારોનો પગાર ન મળતા હોબાળો, પ્રશાસનના વચનો ઠાલા નીકળ્યા

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કામદારને દરેક સુવિધા મળશે એવા પ્રશાસનના વચનો ઠાલા નીકળ્યા

સંઘપ્રદેશ દમણમાં ચારેક દિવસથી પરપ્રાતિય કામદારો વતન જવાની માગ કરી રહ્યા છે. જોકે, પ્રશાસનિક તંત્ર તેમને દમણમાં દરેક સુવિધા આપવાની ખાતરી આપીને રોકી દેતા હોય છે. સમયસર વેતન, રૂમનું ભાડું માફ, રાશનની સુવિધા આપવાના વચનો ઠાલા પુરવાર થઇ રહ્યા છે. દમણના દુનેઠા સ્થિત આપેરા કલોથિંગ કંપનીના 450થી વધુ કામદારોને પગાર ન મળતાં સોમવારે કંપની બહાર કામદારોએ હલ્લો મચાવીને વેતનની માગ કરી હતી.

ઓપેરા ક્લોથિંગ કંપનીમાં કામ કરતા 450 કર્મચારીઓએ સોમવારે પગારના મુદ્દે કંપની બહાર હલ્લો મચાવ્યો હતો. કામદારોએ વ્યથા ઠાલવી હતી કે, માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યું ત્યારે તે મહિનાના 7 દિવસનો પગાર કાપીને કંપની સંચાલકોએ એપ્રિલ મહિનામાં ટુકડે ટુકડે ચૂકવ્યો હતો. જોકે, ત્યારબાદ એપ્રિલ માસ પુરો થઇ જવા છતાં પણ હજુ સુધી પગાર ચુકવવામાં આવ્યો નથી. કેટલાક કામદારને તો હજુ માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર પણ મળ્યો નથી. આ અંગે દમણ કલેક્ટર, દમણ લેબર ઓફિસર સહિત તમામ જગ્યાએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પરીણામ મળ્યું નથી.

હવે રૂપિયા અને રાશન પણ નથી, વતન મોકલો
લોકડાઉનની શરૂઆતમાં કંપનીએ પગાર આપ્યો એટલે દિવસો નીકળી ગયા. આ ઉપરાંત સંસ્થાઓએ રાશન આપ્યું, ફૂડ પેકેટ્સ આપ્યા જેથી દિવસો પસાર કર્યા હવે પૈસા અને રાશન બંને નથી. હાલની કફોડી સ્થિતિમાં અમારે વતન જવા સિવાય બીજો કોઇ ઉપાય રહ્યો નથી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો