તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાતિયો:વાપીથી 3 ટ્રેન ગઈ, આજે વધુ 1 જશે છતાં પરપ્રાતિયોનો ધસારો, પાલિકા, વીઆઈએમાં નોંધણી માટે કામદારોની લાઇન

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી જીઆઇડીસી એસ્ટેટમાં 80 ટકાથી વધુ એકમો સેકન્ડ લોકડાઉનમાં જ શરૂ થઇ ગયા હોવા છતાં પણ પરપ્રાતિય કામદારો વતન જવા માટેની જીદ છોડતા નથી. વાપી સ્ટેશનેથી ઉત્તરપ્રદેશ માટે બે અને બિહાર માટે એક ટ્રેન રવાના કરી હોવા છતાં હજુ પણ પાલિકા કચેરી, વીઆઇએ અને રાજસ્થાન ભવનમાં વતન જવા માટે કામદારોનો ધસારો યથાવત રહ્યો છે. 

 60 હજાર કામદારો વતન જવા માટે અધીરા બન્યા છે
પ્રવાસી કામદારો માટે વાપી સ્ટેશનેથી ત્રણ ટ્રેન રવાના કર્યા બાદ મંગળવારે ભીલાડ સ્ટેશનેથી વધુ એક ટ્રેન ઉત્તરપ્રદેશના જોનપુર માટે રાત્રીએ રવાના કરવામાં આવી છે. આ ટ્રેનમાં 500થી વધુ કામદારો વાપીથી વતન જઇ રહ્યા છે. આ ઉપરાંત ગુરૂવારે વધુ એક ટ્રેન ઉત્તરપ્રદેશ માટે વાપી સ્ટેશનેથી રવાના કરવામાં આવશે. માત્ર ટ્રેનથી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કામદારો વતન રવાના થઇ ચુક્યા હોવા છતાં વાપી પાલિકા કચેરી, ચણોદ સ્થિત રાજસ્થાન ભવન, વીઆઇએ હોલમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં કામદારો નામોની નોંધણી કરાવવા માટે આવી ચુક્યા છે. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ફોર્મ ભરાયા છે એ જોતા સરેરાશ 60 હજાર કામદારો વતન જવા માટે અધીરા બન્યા છે. 
ટેમ્પા અને ટ્રકમાં વતન જવા 2,500 ભાડું
કેટલાક ઇસમો મજબૂરીનો ફાયદો ઉઠાવીને કામદારો પાસે વતન મોકલી આપવા માટે બેફામ ભાડું વસુલી રહી છે. એક કામદારે જણાવ્યું કે, તેમનો સહપરિવાર  ટેમ્પામાં વતન જવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ 2,500 ભાડું ચુકવ્યું છે. ટ્રેનમાં ચાન્સ ન મળતા આખરે બાળકો અને પત્ની સાથે જીવના જોખમે ટેમ્પામાં મુસાફરી ખેડવા મજબુર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો