તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાંતિય:દાનહ અને દમણમાંથી 1400 શ્રમિકો MP જવા રવાના થયા

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને સંઘપ્રદેશમાંથી બસ મારફતે વાપી સ્ટેશને લવાયા

સંઘપ્રદેશ પ્રસાશન દ્વારા લોકડાઉનમાં પ્રદેશમાંથી શ્રમિક પ્રવાસીઓ અને કંપનીમા કામ કરતા કામદારો જેઓ પોતાના વતન જવા માંગે છે  તેઓને પ્રસાશન દ્વારા સંપુર્ણ તૈયારી કરવામા આવી છે.જે લોકો દાનહમા ફસાયેલ છે અને તેઓ જે કંપનીઓ સાથે જોડાયેલ છે ત્યાં જ પોતે પોતાનુ રજીસ્ટ્રેશન કરાવવુ,અને જે લોકો કંપનીમા કામ ના કરતા હોય તેવા લોકો માટે પ્રદેશમા વિવિધ જગ્યાઓ પર રજીસ્ટ્રેશન માટેની કામગીરીની વ્યવસ્થા કરી છે. 

દરેકને જે સમયે ટ્રેનના ટાઈમટેબલ મળશે તે હિસાબે ટીકીટ આપી રવાના કરાશે
સંઘપ્રદેશ પ્રસાશન દ્વારા બુધવારે સેલવાસના રખોલી સેન્ટર પરથી 545 વ્યક્તિઓને જ્યારે દમણથી મળીને કુલ 1400 પરપ્રાતિય કામદારોને મધ્યપ્રદેશ જવા માટે રવાના કર્યા હતા. મુસાફરો માટે આલોક કંપની દ્વારા જે કીટ તૈયાર કરેલ જેમા નાસ્તો પીવાનું પાણીની બોટલ, સૅનેટાઇઝર સહીત જરૂરી સામાન અપાયો હતો. આરડીસીની અધ્યક્ષતામા મધ્યપ્રદેશ જનાર મુસાફરોને વાપી સુધી બસમા બેસાડી રવાના કરાયા હતા. વાપી સ્ટેશનથી ટ્રેનમા પોતાના વતન જવા રવાના થયા હતા. બીજા સેન્ટર પર રખોલીમાં 800 વ્યક્તિઓનુ રજીસ્ટ્રેશન થયુ છે, દાદરા ગામે 1232 વ્યક્તિઓનુ રજીસ્ટ્રેશન સેલવાસ પાલિકા પર 709 વ્યક્તિઓનુ રજીસ્ટ્રેશન કરવામા આવ્યુ છે.આ દરેકને જે સમયે ટ્રેનના ટાઈમટેબલ મળશે તે હિસાબે ટીકીટ આપી રવાના કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો