તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની સમ્સ્યા:ધરમપુરના ગુંદીયામાં કુવાના પાણી સુકાઈ ગયા, તંત્રની ટેન્કરથી પાણી મોકલવાની ખાતરી

ધરમપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધરમપુરના ગુંદીયામાં આશરે 70 ઘરો ધરાવતા બે ફળિયાને ઉપયોગી આશ્રમફળીયાના કુવાના નીચા જળ સ્તરને લઈ નિશાળ ફળીયાના કૂવા પરથી ભર ઉનાળે મહિલાઓને માથે બેડું લઈ પગપાળા જવાની નોબત આવી રહી છે.  નિશાળ ફળિયાના આ કૂવામાં પણ ધીરેધીરે ઓછું થતું પાણીએ મહિલાઓની ચિંતા વધારી છે. આ અંગે સરપંચે પાણી પુરવઠા વિભાગને કરેલી રજુઆતમાં તંત્રએ  તાકીદે સર્વે કરી ટેન્કર મારફતે પાણી પહોચાડવાની ખાતરી આપી છે.

કુવામાંથી પાઈપલાઈન મારફતે આશ્રમ ફળીયા અને નિશાળ ફળિયાની ટાંકીમાં પાણી પાડી નળ વાટે ઘરોમાં લોકોને પહોચાડવામાં આવે છે. જોકે મે મહિનામાં ખનકી સુકાઈ જવાની સાથે આ કૂવાના જળ સ્તર નીચા ઉતરી જતા હાલે નિશાળ ફળીયાનો કૂવો જીવાદોરી સમાન બની રહ્યો છે.જોકે આ કુવાના નીચા જઈ રહેલા જળસ્તરને લઈ નવાપાડામાં કુવા ઉપર પાણી માટે જવું પડતું હોવાની માહિતી સ્થાનિકોએ આપી છે. બીજી તરફ ગામના 50 ઘરો ધરાવતા બાબરીપાડા ફળિયાના કુવામાં પાણી પૂરું થતા એક કિમીના અંતરે કોઠાઇદરીમાં આવેલા કૂવામાં પાણી લેવા જવાની જરૂર પડે છે. સરપંચ તુળશીરામ ગાંવિતે જણાવ્યું હતું કે આ અંગે તંત્રને રજુઆત કરી છે. ધરમપુરના પાણી પુરવઠા વિભાગના ઈજનેર અંકિત પટેલના જણાવ્યા મુજબ ધરમપૂર અને કપરાડામાં સર્વેની કામગીરી ચાલુ છે. અને ટેન્કરો પણ ચાલુ થયાં છે. ગુંદીયામાં સર્વે કરી ટેન્કર મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો