તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ભીલાડ GHCL કંપનીમાં કામદારોને પગાર ન મળ્યો, માત્ર 5 હજાર અપાતા હડતાળ પર ઉતર્યા

ભીલાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભીલાડ પંચાયતના માલાફળિયા સ્થિત જીએચસીએલ કંપનીમાં રવિવારે એપ્રિલ માસનું વેતન ન મળતા તથા વતન જવાની માંગ સાથે કામદારો કંપની બહાર ભેગા થયા હતા. કામદારો પગાર ના મુદ્દે વિરોધ ઉગ્ર બનાવે તે પહેલાં ભીલાડ પોલીસ મથકના પીએસઆઈ એ.ડી.મીયાત્રા દોડી ગયા હતા.અને કામદારો ને શાંત કરાવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી હતી. કામદારોને 5000નું વેતન બે હપ્તે ચુકવણીની ફોમ્યુલા મેનેજમેન્ટએ મુકતા કામદારોએ માન્ય રાખી ન હતી. કામદારો લોકડાઉનની પરિસ્થિતિમાં કંપની દ્વારા રાશનની વ્યવસ્થા ઉભી કરી ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા.મોડી સાંજ સુધી મેનેજમેન્ટ ની કામદારો ના વેતન મુદ્દે બેઠક ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

બેઠકમાં નિર્ણય થશે
કંપનીના કામદારોને  5000 નક્કી કરાયું હતું.જે અંગે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.જે અંગે કંપની મેનેજમેન્ટ બેઠક માં નિર્ણય લેશે.> પ્રેમ પ્રકાશ, એચ.આર., જીએચસીએલ કંપની,ભીલાડ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો