તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથાપાઇ:અંકલાસ જમીન મુદ્દે કાકા સસરાએ જમાઇની ઢીબ્યો, ત્રણ સામે ભીલાડ પોલીસમાં ફરિયાદ

ભીલાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ તાલુકાના અંકલાસ ગામ જમીન પચાવી પાડવાના વહેમમાં કાકા સસરાએ જમાઇને ઢીક્કા મુક્કીનો મારમારી, નાલાયક ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. અંકલાસ દાદરી ફળિયા ખાતે ગુરુવારની રાત્રે 9.30 કલાકે કાકા સસરા અરવિંદ ભાઈ ધોડી, અમિતભાઇ નટુભાઈ ધોડી અને સુનીલાબેન ધોડી સાસરે રહેતા અરુણભાઈ ઊત્તમભાઈ ધોડી પાસે પોહચી કેમતું જમાઈ તરીકે અહીં સાસરે રહે છે, તું અમારી જમીન પચાવી પાડશેનું જણાવી નાલાયક ગાળો આપી હતી.

જમાઈએ ગાળો આપવાની ના પાડતા ત્રણે ઈસમો ઉચ્છકેરાઈ જઇ ઢીક્કા મુક્કીનો માર મારી અરુણભાઈ ધોડી અને દીપકભાઈને લાકડાં અને સળિયાના ફટકા મારી છાતી, પેટ અને ડાબા હાથ પર ઇજા પહોંચાડી હતી. બન્નેને ભીલાડ સીએચસીમાં દાખલ કર્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે અરુણભાઈ ઘોડી એ ત્રણે ઈસમો વિરુદ્ધ ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો