તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનની વાટ:વાપી અને ઉમરગામના 1600 શ્રમિકો ભીલાડથી ટ્રેનમાં રવાના થયા, ભીલાડથી જોનપૂર માટે ટ્રેન દોડાવાઈ

ભીલાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મંગળવારે ભીલાડ સ્ટેશનથી 1600 જેટલા શ્રમિકોને ટ્રેનમાં બેસાડી યૂપીના જોનપુર રવાના કર્યા હતા.સરીગામ ભીલાડ ડહેલી વિસ્તારના 381 શ્રમિકો, ઉમરગામ વિસ્તારના 747 શ્રમિકો અને વાપી વિસ્તારના 472 શ્રમિકોનો સમાવેશ થતો હતો. જેમાં મહિલા, બાળકો અને વૃદ્ધનો પણ સમાવેશ થતો હતો. સરીગામ ભીલાડ વિસ્તારના શ્રમિકોને ભીલાડ સ્વામિનારાયણ સ્કૂલના કમ્પાઉન્ડ બેસાડી તમામના મેડીકલ સ્કેનિંગ કરવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ ગામોના તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયત કચેરીના અધિકારી, અને સરપંચો જોડાયા હતા. વલસાડ નાયબ કલકેટર સી.પી.પટેલે મુલાકત લઈ વ્યવસ્થા પર નજર કરી હતી. સ્ટેશન બહાર જિલ્લાના પોલીસ જવાનો બંદોબસ્ત માટે ઉભા રાખવામાં આવ્યા હતા. ઉમરગામ અકરા મારુતિ મેદાનથી મેડિકલ સ્કેનિંગ કરી બસ દ્વારા ભીલાડ રેલવે સ્ટેશન પર પહોચડવામાં આવ્યા હતા. જ્યારે વાપીના શ્રમિકોને પણ બસ દ્વારા ભીલાડ રેલવે સ્ટેશન પર લાવી ટ્રેનમાં સોસીયલ ડિસ્ટન્સ સાથે બેસાડી રાત્રીના 10 કલાકે ટ્રેનને યૂપીના જોનપુર જવા રવાના કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો