પરિજનો સ્તબ્ધ:ઝોમેટોનો ગુમ કર્મી મથુરાથી મુંડન કરાવી વાપી પહોંચ્યો

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અગાઉ દેખાતો અમિષની હાલની તસવીર - Divya Bhaskar
અગાઉ દેખાતો અમિષની હાલની તસવીર
  • શ્રીકૃષ્ણને પૂજવા વૃંદાવન ગયો હતો

વાપી જીઆઇડીસી જૂના સી-ટાઇપમાં રહેતા પુષ્પાબેન સુભાષભાઇ વર્માએ ગુરૂવારે પોલીસ ફરિયાદ કરતા જણાવેલ કે, તેમનો 26 વર્ષીય પુત્ર અમિષ સુભાષ વર્મા 31મે ના રોજ ઝોમેટો કંપનીની લાલ ટી:શર્ટ પહેરીને નોકરીએ જાઉં છું કહી નીકળ્યા બાદ મોડે સુધી પરત આવ્યો ન હતો. જેથી પોલીસે ગુમની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

શનિવારે સવારે ગુમ અમીષ અચાનક ઘરે પહોંચ્યો હતો. જેને જોઇ પરિજનો ચોંકી ઉઠ્યા હતા. ગુમ અમીષ મુંડન કરાવી અને ગળે કંઠી પહેરીને દેખાતા તેનો પોલીસ મથકે લઇ જવાયો હતો. જ્યાં તેણે જણાવેલ કે, તે મથુરામાં વૃંદાવન ખાતે શ્રીકૃષ્ણની આરાધના કરવા માટે ઘરેથી નીકળી ગયો હતો. નિવેદન સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વધુમાં અમીષે કહ્યું કે વૃંદાવનથી જણાવાયું છે કે, 11 માસ સુધી શ્રીકૃષ્ણની આરાધના ઘરે જ કરવાનું રહેશે જેથી તે પરત વાપી આવ્યો હતો. અગાઉ દેખાતો અમીષ હાલ એકદમથી બદલાઇ જતા પરિજનો સ્તબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...