તપાસ:ઝોમેટો કંપનીનો કર્મી વાપીથી કામ પર નીકળ્યા બાદ ગુમ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ યુવક - Divya Bhaskar
ગુમ યુવક
  • નોકરીએ જાઉં છું કહી પરત ન આવતા ફરિયાદ

વાપી ગુંજનમાં રહેતો યુવક ઝોમેટો કંપનીનો ટી-શર્ટ પહેરી નોકરીએ નીકળ્યા બાદ પરત ન આવતા બીજા દિવસે તેની માતાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. કોપરલી રોડ જુના સી-ટાઇપ ખાતે રહેતા પુષ્પાબેન સુભાષભાઇ વર્માએ ગુરૂવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ગુમની જાહેરાત આપતા જણાવેલ કે, તેમનો 26 વર્ષીય પુત્ર અમિત સુભાષ વર્મા 31મે ના રોજ સવારે 11 વાગે નોકરી પર જાઉં છું કહી ઝોમેટો કંપનીની લાલ ટી-શર્ટ પહેરી બાઇક ઉપર નીકળી ગયો હતો.

જે બાદથી તે મોડી સાંજ સુધી પરત આવ્યો ન હતો. તેની સાથે સંપર્ક ન થઇ શકતા શોધખોળ હાથ ધરાઇ હતી. પરંતુ કોઇ જગ્યાએ પત્તો ન લાગતા બીજા દિવસે પરિજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. ગુમ થનાર અમિત ઝોમેટો કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી કરતો હતો અને ધોરણ-10 સુધી ભણેલો છે.

અન્ય સમાચારો પણ છે...