કાર્યવાહી:ચોરીની અરજી ગુમ કર્યાની શંકાએ યુવકને મારનાર ઝબ્બે

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીના યુવકનું માથું ફોડી કરડવાની ફરિયાદ કરી હતી

વાપીના યુવકને ફોન ચોરીની અરજી ગુમ કર્યાની શંકા રાખી માથા પર ઇંટથી હુમલો કર્યા બાદ હાથ અને પીઠમાં કરડી લેતા ફરિયાદ કરાઇ હતી. જેમાં પોલીસે આરોપી યુવકને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વાપીના મોટી સુલપડ ખાતે છોટુભાઇની ચાલીમાં રહેતા અમીતકુમારે ગુરૂવારે ટાઉન પોલીસને એક ફરિયાદ કરતા જણાવેલ કે, તેની સાથે અગાઉ રૂમમાં રહેતા વિક્રમસિંહ નામના ઇસમે સવારે કંપનીથી છૂટી થોડા આગળ જતા પાછળથી હેલ્મેટથી હુમલો કરી મોટી સુલપડની એક ઝાડીમાં ખેંચીને લઇ જઇ ઇંટથી તેના માથા ઉપર હુમલો કર્યો હતો.

ત્યારબાદ તેને હાથ અને પીઠમાં કરડી લઇ ઇજા પહોંચાડતા સારવાર માટે તે જીવનદીપ હોસ્પિટલમાં ગયો હતો. ત્યાંથી પરત આવી પોલીસમાં આરોપી વિક્રમસિંહ સામે ફરિયાદ કરાઇ હતી. આ કેસમાં પોલીસે ફરાર વિક્રમસિંહને મોટી સુલપડ વિસ્તારથી પકડી લાવી કાર્યવાહી હાથ ધરી હતી.

ફરિયાદી અમીતે જણાવેલ કે, થોડા દિવસ અગાઉ વિક્રમનો ફોન ચોરાતા તેણે પોલીસમાં અરજી કરી હતી. તે અરજી ગુમ થઇ જતા અમીતે જ અરજીની ચોરી કરી છે તે શંકા રાખી તેના ઉપર હુમલો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...