તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બર્થ ડે માટે દમણથી દારૂ લાવતાં વડોદરાનાં યુવક-યુવતી ઝબ્બે

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂા.68 હજારના દારૂ સહિત 5.92 લાખનો મુદ્દામાલ કબજે,3 વિરુદ્ધ ફરિયાદ

વડોદરામાં અભ્યાસ કરતા અને જન્મદિવસ માટે દમણથી મોંઘોદાટ દારૂ લાવતા એક યુવક અને 2 યુવતીઓને વાપી ટાઉન પોલીસે મોરાઈ ફાટકથી કાર સાથે ઝડપી લીધાં છે. પોલીસે રૂા. 68,700નો દારૂ, કાર અને એપલ આઇફોન સહિત રૂા.5.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર વાપી ટાઉન પોલીસની ટીમ ગુરુવારના રોજ સાંજના અરસામાં મોરાઇ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન દમણ તરફથી આવતી કિયા કારને અટકાવી તેમાં ચકાસણી કરવામાં આવતાં થેલામાંથી મોંઘી બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

જેને પગલે પોલીસ દ્વારા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી સિલ્વર ઓક સોસાયટીમાં રહેતા 23 વર્ષીય પૂર્વજીત સમીરભાઇ ચૌહાણ તેમજ તેની સાથે બેસેલી અટલાદરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પ્રિયા વૈદ્યા અને ગોત્રી રોડ પર રહેતી પ્રિયાંશી પરદેશીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે મોંઘી બ્રાન્ડેડ દારૂની 48 બોટલ તથા કાર અને આઇફોન કબજે કર્યો હતો. પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેઓ જન્મદિવસની પાર્ટી ઉજવવા માટે દમણથી લઈને વડોદરા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે વૈભવી કાર, દારૂનો જથ્થો અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 5.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ યુવક અને યુવતીઓ પોતાના થેલામાં મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો લઈ જતાં હતાં ત્યારે પોલીસના ચેકિંગમાં પકડાઈ જતાં કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...