દુર્ઘટના:વાપીની N.R. અગ્રવાલ કંપનીમાં વધુ એક દુર્ઘટનામાં યુવકનું મોત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટેજ ખેંચતી વખતે પડી જતા ઈજા પહોંચી હતી

વાપી જીઆઇડીસી સ્થિત એન.આર.અગ્રવાલ કંપનીના યુનિટ-1માં વેસ્ટેજ માલ ખેંચતી વખતે કામદારનો પગ સ્લીપ ખાઇ ગયો હતો. જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્રીજા દિવસે તેણે દમ તોડી દેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાપી જીઆઇડીસી સ્થિત એન.આર.અગ્રવાલ કંપનીના યુનિટ-1માં થોડા દિવસ પહેલા એક કામદાર ઉપર પેપર રોલ પડી જતા દબાઇ જવાથી તેનું મોત થયું હતું. જ્યારે ફરીવાર આ જ કંપનીમાં અકસ્માત સર્જાયો છે. શુક્રવારે કામદાર હરિઓમ સિંગ ઉ.વ.26 રાબેતા મુજબ કંપનીમાં કામ કરી રહ્યો હતો. વેસ્ટેજ માલ ખેંચતી વખતે સ્લીપ ખાઇ જવાથી તેને માથામાં ઇજા પહોંચ્યા હોવાની માહિતી કંપનીએ પોલીસને આપી હતી.

ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને છીરી સ્થિત સંવેદના હોસ્પિટલમાં ખસેડતા રવિવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ જીઆઇડીસી પોલીસને કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક કોઇ કોન્ટ્રાક્ટર નીચે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જો યોગ્ય તપાસ થાય તો અનેક કામદારો સુરક્ષા-સાધનો વગર કંપનીમાં કામ કરતા મળી આવે તેમ છે. અવારનવાર જીવ ગુમાવતા કામદારોને ન્યાય મળે તે માટે બેદરકારી દાખવતા કંપનીના સંચાલકો સામે કડક પગલા લેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...