સેલવાસના પરિણીત યુવકે પત્ની સાથે ઝઘડો થતા માઠું લાગી આવવાથી દમણગંગા નદીની બ્રીજ પર જઇ નદીમાં ઝંપલાવ્યું હતું જોકે પાયરના જવાનોને જાણ થતા તુંરત તેને ડુંબતા બચાવી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
સેલવાસના બાવીસા ફળિયામાં રહેતો અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો યુવાન પરમેશ્વર યાદવ ઉ.વ.40 રહેવાસી બાવીસા ફળિયા,સેલવાસ જે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે જે ગુરૂવારે બપોરે નોકરી પરથી પરત આવેલો ત્યારે ઘરે પત્ની સાથે કોઈક કારણસર ઝગડો થતા પરમેશ્વર સીધો દમણગંગા નદીના પુલ પર પહોચી ગયો હતો અને નદીમાં ઝંપલાવી દીધુ હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ પહોચી ગઇ હતી અને પરમેશ્વરને નદીમાં ડુંબતા બચાવી કિનારે લાવ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્લયો હતો. હાલ પોલીસે આપઘાત કરનાર યુવકનો નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.