તપાસ:મુંબઇથી વતન જઇ રહેલો યુવક વાપીમાં ગુમ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ યુવક - Divya Bhaskar
ગુમ યુવક
  • યુવક અંધારાનો લાભ લઇ ભાગી ગયો

મુંબઇથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરીને વતન જઇ રહેલા માનસિક રીતે અસ્વસ્થ યુવક વાપી હાઇવે ઉપર બસ ઊભી રહેતા અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે પરિવારે વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહેસાણાનાના રણશીપુરના 42 વર્ષીય જયેન્દ્રસિંહ નવલસિંહ રાઠોડ 27મી જુલાઇના રોજ મુંબઇનના મહાલક્ષ્મીથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસીને વતન જઇ રહ્યો હતો.

રાત્રિના સુમારે બસ વાપી વૈશાલી ચાર રસ્તા નજીક ચા-નાસ્તો કરવા માટે ઊભી રહી હતી. આ દરમિયાન જયેન્દ્ર પણ પાણીની બોટલ લેવાના બહાને નીચે ઉતર્યો હતો. યુવકને તેમના સંબંધીએ બસમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવક હાથ છોડીને અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયો હતો. યુવકની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હોવા છતા મળી આવ્યો ન હતો. આખરે આ અંગે પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...