રોજગારી:વર્ષો બાદ વાપી નગરપાલિકામાં કાયમી સફાઇ કામદારો હવે 6થી વધી 63 થશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના 50 ટકા ભરતીના આદેશથી સફાઈ કર્મીઓમાં ખુશી

સૌથી મોટી પાલિકા તરીકે ગણાતી વાપી પાલિકામાં અત્યાર સુધીમાં કાયમી સફાઇ કામદારો માત્ર 6 છે, બાકી તમામ કામદારો કોન્ટ્રાક્ટ બેઇઝ પર છે, પરંતુ રાજ્ય સરકારે પાલિકાઓમાં 50 ટકા સફાઇ કામદારોની ભરતી માટે અાદેશ કરતાં 57 સફાઇ કામદારોની પસંદગી થઇ છે. એટલે હવે વાપી પાલિકામાં 6 નહિ પરંતુ સફાઇ કામદારોની સંખ્યા 57 થશે. શહેરની સફાઇમાં વધારો થશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

વાપી પાલિકામાં સરકારના મહેકમ મુજબ સફાઇ કામદારો126 હોવા જોઇએ,પરંતુ વર્ષોથી વાપીમાં કાયમી સફાઇ કામદારોે 6 ફરજ બજાવી રહ્યાં છે,બાકીના સફાઇ કામદારો કોન્ટ્રાકટ પર છે.જેથી કોન્ટ્રાકટ પરના કામદારોને પાલિકામાં કાયમી કરવા તથા છૂટા કરેલા સફાઇ કામદારોને રાખવા અંગે વાર-વાર રજૂઆતો થતી હતી. જે અંતગર્ત સરકારે 50 ટકા પાલિકામાં સફાઇ કામદારોની ભરતી અંગે જાણ કરી હતી. પાલિકામાં 6 કામદારો કાયમી હોવાથી અન્ય 57 સફાઇ કામદારોની નિમણૂંક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

અનેક ઉમેદારોના ઇન્ટરવ્યુ બાદ પાલિકાના પદાધિકારીઓએ 57 ઉમેદવારોની પસંદગી કરી છે. મુખ્યમંત્રીના હસ્તે આ તમામ ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવશે. પાલિકાએ આ તમામ પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો છે.

સફાઇ કામદારને 8 કલાકના 16214 મળશે
સરકારના પરિપત્રમાં 57 ઉમેદવારોને સફાઇ કામદારોને નિમણૂંક પત્ર અપાશે. ભરતી પામેલા સફાઇ કામદારને 16214 પગાર મળશે. 8 કલાક કામગીરી કરશે. હવે પાલિકામાં કુલ 63 સફાઇ કામદારો થશે.
> વિઠ્ઠલ પટેલ, પ્રમુખ,વાપી પાલિકા

અન્ય સમાચારો પણ છે...