તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:દમણ કચીગામની ફલેર કંપનીમાં નવા પરિપત્ર મુજબ પગાર ન મળતાં કામદારોની હડતાળ

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેબર ઓફિસર અને પોલીસે કંપની મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા બાદ હડતાળ સમેટાઇ

સંઘપ્રદેશ પ્રશાસને હાલમાં જ કામદારોના વેતનમાં વધારો કરતો પરિપત્ર જાહેર કર્યો હતો. જોકે, કચીગામની ફલેર કંપનીમાં નિયમ મુજબ પગાર ન મળતાં હજારોની સંખ્યામાં મહિલા કામદારોએ સોમવારે વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. લેબર ઓફિસર અને પોલીસે મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ સમાધાન થતાં કામદારો પુન: કામે લાગ્યા હતા.દમણના કચીગામ સ્થિત ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં (યુનિટ 4) કામદારોએ હડતાળ પાડી હોબાળો મચાવ્યો હતો.

1400 કામદારોને કંપની સંચાલકો નિયમ કરતા અને પ્રશાસને નિર્ધારિત કરતા વેજીસથી ખૂબ ઓછું વેતન અપાતું હતું. સોમવારે સવારે નવા વેતન અંગેના પરિપત્ર મુજબ વેતન મળે તેવી માંગ સાથે કામદારો કામથી અળગા રહ્યા હતાં. અંદાજે દોઢ હજાર કામદારો જેમાં મહત્તમ મહિલા કામદારો અચાનક હડતાળ ઉપર ઉતરતાં દમણ પોલીસ, લેબર ઓફિસર જે.બી. ચૌહાણ કંપની ઉપર પહોંચી ગયા હતા. કંપની સંચાલકોનું અને કામદારોનું સમાધાન કરાવી નવા વેતન પરિપત્ર મુજબ વેતન આપવાની ખાતરી મળતા કામદારો ફરી કામે જોડાયા હતા.

મેનેજરે ગેરસમજનું બહાનું બતાવી વાત ટાળી
કંપનીના મેનેજર સુમન્તસિંગને આ મુદ્દે પૂછતાં જણાવ્યું કે, કામદારોને ગેરસમજ થઇ હતી. જેનું સમાધાન થતા કામદારોએ હડતાળ સમેટી લીધી છે. જોકે, ક્યાં મુદ્દે ગેરસમજ હતી તેવા પ્રશ્નના જવાબમાં મેનેજરે આપવાનું ટાળ્યું હતું. કંપનીમાં કેટલા કામદારો કામ કરે છે ? કેટલો પગાર ચુકવવામાં આવે છે તેવા સવાલના જવાબ આપવાનું ટાળી હતી.

હાલમાં જ પ્રશાસને કામદારોનો પગાર વધાર્યો છે
સંઘપ્રદેશ પ્રશાસને હાલમાં કામદારોને નવા લઘુતમ વેતનનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં 1લી એપ્રિલથી કુશળ કારીગરને દૈનિક વેતન મુજબ 356.20 રૂપિયા, અર્ધકુશળ કારીગરને 348.20 રૂપિયા, બિનકુશળ કારીગરને 340.20 રૂપિયા વેતન ચૂકવવું ફરજીયાત છે.

અન્ય સમાચારો પણ છે...