દુર્ઘટના:સેલવાસ ભીલોસા કંપનીમાં 40 ફૂટ ઉચેથી પટકાયેલા કામદારનું મોત

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોડાઉનમાં સીડી પરથી પગ લપસી જતા ઘટના બની

સેલવાસની ભીલોસા ઇન્ડસ્ટ્રીઝ કંપનીના વેરહાઉસ ગોડાઉનમાં સીડી ઉપર ચઢી કામ કરવા જતા કામદારનું પગ લપસી જતા 40 ફુટ ઉપરથી નીચે પટકાતા ગંભીર હાલતમાં તે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. સેલવાસ નરોલી ખાતે આવેલ ભીલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં નોકરી કરતો અને કિલવણી નાકા ખાતે ચૈતન્ય હોસ્પિટલની બાજુમાં રહેતો અનિલકુમાર દુર્ગા યાદવ ઉ.વ.29 મંગળવારે રાબેતા મુજબ કંપનીમાં નોકરીએ ગયો હતો. તે દરમિયાન સવારે 9.15 વાગે અનિલ કંપનીમાં એફ.વાય. ઓટો વેરહાઉસ ગોડાઉનમાં સીડી ઉપર ચઢી કામ કરવા માટે જતો હતો.

ત્યારે આશરે 40 ફુટ ઉપરથી પગ લપસી જતા તે જમીન ઉપર પટકાયો હતો અને માથા તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા બેભાન હાલતમાં તે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન બપોરે તેનું મોત નિપજતા બનાવ અંગે મૃતકના નાના ભાઇએ વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી. કોઇપણ સેફ્ટીના સાધનો આપ્યા વગર કામદારોને ગમે તે જગ્યાએ ચઢાવી દેતા અવારનવાર અકસ્માતમાં તેઓ મોતને ભેંટતા હોય છે. આ કેસમાં પણ યોગ્ય તપાસ થાય તો કંપનીની ગંભીર બેદરકારી સામે આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...