તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદારતા:દાતાઓના સહયોગથી પારડી સ્મશાનના 18 લાખના પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર અપાયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ 10 લાખની ગ્રાન્ટ આપી,વિદેશથી પણ દાતાઓ આગળ આવ્યા

જિલ્લામાં કોરોના કાળમાં વાપી અને પારડી સ્મશાનમાં સૌથી વધુ ભારણ રહ્યુ હતું. જેને લઇ પારડી વૈકુઠધામમાં હવે એક લાકડીના ભઠ્ઠી (2.95 લાખ) તથા એક ગેસની ભઠ્ઠી ( રૂ.15 લાખ) મળી કુલ 18 લાખના પ્રોજેકટ માટે વર્કઓર્ડર આપવામાં આવ્યાં છે. વિદેશમાં વસતા વતનપ્રેમીઓ,સ્થાનિક દાતાઓ તથા પારડી ધારાસભ્યએ સરકારમાંથી રૂ.10 લાખની ફાળવણીના પગલે હવે આગામી દિવસોમાં પારડી સ્મશાન અઘત્તન બનશે.

પારડી હાઇવે પર આવેલાં વૈકુઠધામમાં કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલથી મૃતદેહોને લાવી અગ્નિસંસ્કાર કરાતો હતો. કોરાનાકાળમાં ભારણ વધતાં અહી વધુ બે ભઠ્ઠી નાખવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જે અંતગર્ત વૈંકુઠધામના ટ્રસ્ટ દ્વારા દાતાઓ પાસે સહયોગ માગવામાં આવ્યો હતો. અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યુ હતું. સ્થાનિક દાતાઓ તથા દાન ઉઘરાવવા સામાજિક આગેવાનો બહાર નિકળ્યા હતાં. જેના કારણે આ પ્રોજેકટ હવે પૂર્ણતાને આરે પહોંચી રહ્યો છે.

સ્મશાનના સેક્રેટરી સંજયભાઇ બારિયાએ જણાવ્યું હતુ કે દાતાઓના સહયોગથી લાકડાથી ભઠ્ઠીનો વર્ક ઓર્ડર અપાયો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ આવી ભઠ્ઠી આવશે. ફિટિંગ સાથે 3.25 લાખમાં આ ભટ્ઠી ઉપલબ્ધ થશે. 15 લાખની ગેસની ભઠ્ઠીનો વર્ક ર્ડર અપાયો છે. પારડી ધારાસભ્ય કનુુભાઇ દેસાઇએ સરકારમાંથી 10 લાખની મંજુરી આપી છે. આ ગ્રાન્ટ ટીએસ માટે ગઇ છે. જે પ્રક્રિયા પૂર્ણ થતાં આ પ્રોજેકટમાં સૌથી મોટી રાહત મળી એવુ કહી શકાય.

સ્મશાનમાં સોલર પેનલનો પ્રોજેકટ સ્થાપાશે
નવી લાકડાની ભટ્ઠીમાં 80 કિલો લાકડામાં અગ્નિસંસ્કાર થઇ જશે. જે ગેસની તુલનાએ સસ્તી છે.1 હજાર ટેમ્પચરવાળી છે. મુળ પારડીના હાલ અમેરિકા રહેતા કિશોરસિંહ સોલંકી સ્મશાનમાં સોલર પેનલ માટે સહકાર આપ્યો છે. કુલ 5.60 લાખ કુલ દાન અાપશે. સોલાર પેનલના પ્રોજેકટથી વિજળીનો બચત થશે. લાઇટબિલનો ખર્ચ રહેશે નહિ. બે મહિના પછી આ પ્રોજેકટ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...