રાહત:વાપી હાઇવેથી આર.કે.દેસાઇ કોલેજ સુધી 2 કરોડના ખર્ચે ફોરલેન માર્ગનું કામ શરૂ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગની વચ્ચે ડિવાઇડર લગાવી વરસાદી પાણીની ગટર સાથે માર્ગ પહોળો કરાશે

વાપીના ગ્રામ્ય વિસ્તારોને શહેર તરફ જોડતો હાઇવેથી આર.કે.દેસાઇ કોલેજ સુધીના માર્ગને ફોરલેન કરવાની કામગીરીનો શનિવારે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પ્રારંભ કરાવ્યો હતો. રૂ.2 કરોડના ખર્ચે ડિવાઇડર,વરસાદી પાણીની ગટર સહિત માર્ગને પહોળો કરવામાં આવશે. 6 માસમાં આ પ્રોજેકટ પૂર્ણ થતાં હજારો વાહન ચાલકોને મોટી રાહત થશે.

વાપી હાઇવેથી આર.કે.દેસાઇ કોલેજ સુધી 1 કિ.મી માર્ગને પહોળા કરી ફોરલેનની કામગીરી હાથ ધરાઇ છે. હયાત રોડને 10મીટર પહોળો ફોરલેન કરવાની કામગીરી (વર્ક ઇન સેક્શન કી.મી.0/6થી 1/6 લંબાઇ 1 કિ.મી.),બોક્ષ કટીંગ (વાયડનીંગમાં)ના પ્રોજેકટનું ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ખાતમુર્હુત કરાયું હતું. 2.20 કરોડના ખર્ચે આગામી 6 માસમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે. આ ફોરલેન માર્ગથી ગ્રામ્ય વિસ્તારથી શહેર તરફ આવતાં હજારો વાહન ચાલકોને નવી સુવિધા મળી રહેશે.ડિવાઈડર અને વરસાદી ગટર સાથે માર્ગને પહોળો કરવાનું કામ હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી તથા આજુબાજુના વિસ્તારમાં ઝડપથી વિકાસના કામો આગળ વધી રહ્યાં છે. જેના કારણે લોકોને સુવિધામાં વધારો થઇ રહ્યો છે. બાકી કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.સાંસદ કે સી પટેલ ,વાપી ભાજપ પ્રમુખ, વીઆઈએ મંત્રી સતિષભાઈ પટેલ , નોટિફાઇડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ , વીઆઈએ પ્રમુખ કમલેશભાઈ પટેલ , વી આઈએ એડવાઈઝરી બોર્ડના સભ્ય યોગેશભાઈ કાબરીયા , મિલનભાઈ દેસાઈ ,વાપીના ડેપ્યુટી ઇજનેર જતિનભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતાં.

વાપી-કોપરલી રોડની મરામત કામગીરી જરૂરી
વાપી-કોપરલી-અંભેટી તરફના માર્ગનો સૌથી વધુ વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ કેટલાક વિસ્તારમાં રસ્તાઓ પર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. રોડની સાઇડ પર મરામત કામગીરી જરૂર છે. અહીથી પસાર થતાં વાહન ચાલકો વાપી કોપરલી માર્ગ પર પડેલા ખાડાઓની મરામત કામગીરીની માગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...