તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:દમણમાં ડોમેસ્ટિક એરપોર્ટ માટે નવા માર્ગની કામગીરી શરૂ, એક વર્ષની અંદર હવાઈ યાત્રા શરૂ થવાની શક્યતા

વાપી11 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેન્દ્રએ સંઘપ્રદેશ દમણથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા પર મંજૂરીની મહોર મારી છે. દમણ પ્રશાસનની માંગને ઉડયન મંત્રાલયે પરવાનગી આપતા જ ટર્મિનલ સહિત અન્ય કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. દમણના દેવકા રોડથી લઇને ટર્મિનલ સુધી નવા માર્ગ બનાવવાનું શરૂ કરાતા ટૂંક સમયમાં જ દમણથી ડોમેસ્ટિક હવાઇ સેવા શરૂ થઇ શકે છે.

સંઘ પ્રશાસને એરપોર્ટના ટર્મિનલનું કામ શરૂ કરી દીધું છે. પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં અધિકારીઓની ટીમ દમણથી હવાઈ સેવા શરૂ કરવા માટે ટેન્ડિરંગ અને જમીન સંપાદન સહિતની કામગીરી પુરી કરવા તરફ આગળ વધી રહ્યા છે. નાની દમણના દેવકા મુખ્ય રોડથી ડોમેસ્ટિક ટર્મિનલ સુધી સીધો રસ્તો બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં દમણથી બે ત્રણ શહેરોની વચ્ચે નાગરિક ઉડ્ડયન સેવાઓ શરૂ થઈ શકે છે. દમણ એક પર્યટક સ્થળ છે અને આ હવાઇ સેવાઓ શરૂ થવાથી દમણને એનો ચોક્કસ ફાયદો મળશે. આગામી દિવસોમાં દમણથી અમદાવાદ,વડોદરા અને મુંબઇ માટે વિમાની સેવા શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો