તપાસ:વાપી ડુંગરા આપઘાત કેસમાં મૃતક મહિલાની ઓળખ થઇ

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધાર કાર્ડમાં નામ બદલવાનું કહી ઘરેથી નીકળી હતી

વાપીના ડુંગરા ખાતે આવેલ એક વાડીમાંથી વીજ ટાવર સાથે લટકેલી હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જેમાં મૃતકની ઓળખ ચણોદ ખાતે રહેતી રિચાકુમારી તરીકે થઇ છે. આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા જાઉં છું કહી તે ઘરેથી નીકળી ગઇ હતી.

વાપીના ડુંગરા ખાતે રહેતા શબ્બીર ઉસ્માન ખાનની વાડીમાં આવેલ એક હાઇટેન્શનથી દોરી બાંધી લટકેલી હાલતમાં અજાણી મહિલાની લાશ શુક્રવારે મળી આવતા પોલીસે લાશનો કબજો મેળવી તેને પીએમ માટે મોકલી મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ રિચાકુમારી પવનકુમાર રહે.ચણોદ સાગફળિયા મુળ. બિહાર તરીકે થઇ હતી. ડુંગરા પોલીસે મૃતકના પતિની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને થોડા સમય પહેલા વાપીની એક કંપનીમાં સાથે જ જોબ કરતા હતા. જે બાદ પ્રેમમાં પડતા બંનેએ લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ પવને રિચાને કહ્યું હતું કે, હવે તારે નોકરી કરવાની કોઇ જરૂર નથી. જેથી રિચાએ નોકરી છોડી દીધી હતી. શુક્રવારે સવારે આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ તેની લાશ વાડીમાંથી લટકેલી હાલતમાં મળી હતી. નોકરી છોડાવી દેવાથી ઠપકો લાગતા તેણે ફાંસો ખાઇ આપઘાત કરી લીધી હોવાનું પતિનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...