દુર્ઘટના:વાપીમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં મહિલાનું વીજ કરંટથી મોત

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સામે મહિલા વીજ કરંટથી તરફડતી રહી
  • ચણોદમાં મહિલા ટ્રોલી લિફ્ટના ખુલ્લા તારમાં ચોંટી ગઇ

વાપીના ચણોદ ગામ ખાતે આવેલી સાંઇ દ્વારકા રેસીડેન્સીમાં નવી બંધાઇ રહેલી બિલ્ડિંગમાં વોચમેન તથા પાણી છાંટવાનું કામ કરતા હરીશ કિશન નેપાળી મુળ નેપાળએ શુક્રવારે ડુંગરા પોલીસ મથકમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે 7 વાગે તેઓ બિલ્ડિંગના ટેરેસ ઉપરથી પાણી છાંટી રહ્યા હતા. ત્યારે તેમની 21 વર્ષીય પત્ની સુનિતા જમવાનું બનાવવા માટે પાણી ભરી પરત રૂમમાં જવા નીકળતા ઇંટ-સિમેન્ટ ચઢાવવા માટેની ઇલેક્ટ્રીક ટ્રોલીનો વાયર જમણા હાથમાં ટચ થઇ જતા જોરદાર કરંટ લાગતા તે જમીન પર પડી ગઇ હતી.

ટેરેસ પરથી પત્નીને તરફડતી જોઇ તેણે બૂમાબૂમ કરી ટ્રોલીનો વાયર કાઢી નાંખવા અન્ય મજૂરોને જણાવેલું પરંતુ હિમ્મત ન થતા કોઇએ વાયર કાઢેલો નહીં અને નીચે દોડી આવતા એક મજૂરે સ્વિચ બોર્ડ માંથી વાયર કાઢી દેતા પત્નીને રિક્ષામાં નાખી હરિયા હોસ્પિટલમાં લઇ જતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ અંગેની જાણ થતા પોલીસે હાલ એડી નોંધી વઝુ તપાસ હાથ ધરી છે. મહિલાના મોત બાદ બનાવની જાણ પોલીસને ન કરી તેના પતિને પ્રલોભન આપવાનો પ્રયાસ કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...