લગ્ન પ્રસંગ અને વિવિધ તહેવારોમાં દેશભરમાં સૌથી વધુ માંગમાં રહેતા થાઈલેન્ડ અને ચીનમાં થતા ઓર્કિડના ફૂલોની ખેતી હવેવલસાડ જિલ્લાના પારડી પરવાસા ગામમાં પણ થઈ રહી છે.આ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે પરંપરાગત ખેતીથી આગળવધીને કંઈક અનોખુ કરવાના સાહસના પ્રતાપે ગુજરાત સરકારના બાગાયત ખાતાની નેશનલ હોર્ટીકલ્ચર મિશન યોજના અંતર્ગતગ્રીન હાઉસ/ પોલી હાઉસ (રક્ષિત ખેતીમાં સહાય)નો લાભ મેળવી આધુનિક પધ્ધતિથીખેતી કરી બાગાયતી ખેતી ક્ષેત્રે નવો ચીલો ચિતર્યો છે.
જિલ્લાના ખેડૂત ઓર્કિડના ફૂલોની ખેતી કરી આત્મનિર્ભરબનતા હવે વિદેશ ઉપર નિર્ભરતા રહેશે નહી. સામાન્યપણે આપણેત્યાં શુભ પ્રસંગો કે તહેવારો હોય ત્યારે સ્વદેશી ફૂલોનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે પરંતુ આજના વૈશ્વિક જમાનામાંવિદેશી ફૂલોનું આકર્ષણ વધ્યું છે. આધુનિક ટેક્નોલોજી વડે વિદેશી ફૂલોની ખેતી પણ હવે આપણા દેશની ધરતી પર સફળતાપૂર્વક થઈ રહી છે. જેની મિશાલ પરવાસા ગામના ખેડૂત મિતુલભાઈ દિનેશભાઈ ઉપાધ્યાયએ પુરી પાડી છે. ઓર્કિડની સફળ ખેતીની સાથે મિતુલભાઈને વર્ષેરૂ. 20 લાખની આવક થતા તેઓ અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપબન્યા છે. ખેડૂત મિતુલભાઈએ જણાવ્યું હતું કે બાપ દાદાના સમયથી ચાલી આવતી પરંપરાગત ખેતીના બદલે વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે.
નોકરી છોડી જમીન પર ઓર્કિડના ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું
મિતુલભાઇએ જણાવ્યું હતું કે જ્યાંથી વિસ્તૃત સમજ મળ્યા બાદ ખેતી પ્રત્યેની અભિરૂચીના કારણે નોકરી છોડીને પરવાસા ગામમાં 1 એકર( 4 હજાર ચો.મી) જમીન પર ઓર્કિડના ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જે માટે બાગાયતખાતામાં વર્ષ 2018-19માં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરતા પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 69 લાખની સામે રૂ. 38.39લાખની સબસિડીનો લાભ મળતા ઓર્કિડના ફૂલોની ખેતી કરવાના મારા ઉત્સાહમાં જોમ પુરાયું હતું. અત્યારે મારા ગ્રીનહાઉસમાં 40 હજાર પ્લાન્ટ છે. એક પ્લાન્ટની કિંમત રૂ. 60 છે. 1 પ્લાન્ટ પર ઓર્કિડના ફૂલની 5 થી 6 સ્ટીક (છડી) થાય છે. 1સ્ટીકની કિંમત બજારમાં રૂ. 10 થી રૂ. 18 સુધીની છે. હાલમાં ફૂલની 2 લાખ સ્ટીક છે. જેના થકી વર્ષે રૂ. 20 લાખ આવક થાયછે. જેમાંથી મજૂર, ખાતર અને દવા સહિતનો વાર્ષિક રૂ. 7.20 લાખનો ખર્ચ બાદ કરતા 12.80 લાખનો નફો થાય છે. જો કે મે મહિનામાં અસહ્ય ગરમીના કારણે પુરતુ ફલાવરીંગ થતુ નથી. તેમ છતાં પરંપરાગત ખેતી કરતા આ ખેતી સારી એવી આવકરળી આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.