તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ઘરે શું કામ પાણી સીંચો છો કહી યુવકને દાંતરડું માર્યું

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરામાં દિયરે ભાભી-ભત્રીજાને માર્યો

વાપી ડુંગરા ખાતે દાદરીમોરા ગામે નવા ઘરનું રિપેરિંગ કામ ચાલતું હોય મહિલા તેના પુત્ર સાથે પાણી સીચવાનું કામ કરી રહી હતી. તે દરમિયાન તેનો દિયર પુત્ર સાથે ત્યાં આવ્યો હતો અને ઉશ્કેરાઇને દિયરના પુત્રએ યુવકના માથા અને જાંઘ પર દાંતરડાથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં તે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વાપી ડુંગરા ખાતે દાદરીમોરા સરકારી સ્કૂલની બાજુમાં રહેતા કુસુમબેન લલ્લુભાઇ હળપતિએ બુધવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 31 જાન્યુઆરીના રોજ તેઓ પુત્ર તનોજ સાથે જુના ઘર નજીક આવેલ નવા ઘરે પાણી સીંચતા હતા. તે વખતે દીયર રતીલાલ હળપતિએ ત્યાં આવીને જણાવેલ કે, તમે તમારી જગ્યામાં ઘર બનાવો. જવાબમાં ફરિયાદીએ જણાવ્યું કે, હું મારા હીસ્સાની જમીનમાં જ ઘર રીપેરીંગ કરૂં છું અને તમોને એમ લાગતુ હોય કે આ જગ્યા તમારી છે તો માપણી કરાવી લો.

હું માપણી કરાવીશ નહી તેવી બોલાચાલી થતી હતી. તે સમયે તેમનો પુત્ર વિવેક ત્યાં આવ્યો હતો અને કંઇક પણ કહ્યા વગર દાંતરડા વડે પુત્ર તનોજને પકડી માથામાં તથા જાંઘમાં દાતરડુ મારતા બૂમાબૂમ કરવાથી બંને ત્યાંથી મારવાની ધમકી આપી નાસી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને હરિયા હોસ્પિટલમાં દાખળ કર્યા બાદ મોડેથી માતાએ પોલીસમાં ફરિયાદ માટે આવતા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો