અકસ્માત:વેલસ્પન કંપનીના ડ્રાઇવરે કંપનીના જ કર્મીને કચડ્યો, ચાલકે બસ રોંગ સાઇડથી હંકારતા અકસ્માત સર્જયો

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વાપીના મોરાઇ સ્થિત વેલસ્પન કંપનીના બસના ચાલકે રસ્તે ચાલતા કંપનીના જ કર્મચારીને અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું હતું. વાપીના મોરાઇ ગ્રામ પંચાયતની સામે પરેશભાઇની ચાલીમાં રહેતા અને વેલસ્પન કંપની મોરાઇ ખાતે નોકરી કરતા સુરેન્દ્રકુમાર રાજનારાયણ સીંગ ઉ.વ.32 ગુરૂવારે વેલસ્પન ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટની સામે વળાંક પાસેથી ચાલીને જઇ રહ્યા હતા.

તે દરમિયાન વેલસ્પન કંપનીની બસ નં.જીજે-15-એવી-3229ના ચાલકે તેની ગાડી પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી રોંગ સાઇડ ઉપર લઇ જઇ સુરેન્દ્રને ટક્કર મારતા તાત્કાલિક સારવાર માટે તે વાપી સરકારી દવાખાનામાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને માથા અને શરીરે ગંભીર ઇજો પહોંચવાથી મોત થયા હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે મૃતકના કાકાના છોકરાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...