તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાપી નગરપાલિકા વિસ્તારમાં કાલથી બે દિવસ પાણી નહીં આવે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરાશે

વાપી નગરપાલિકા વિસ્તારમાં 19 અને 20 જુન એમ બે દિવસ પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. હાઇવે રોડથી સર્વિસ રોડ પર પાણીની નવી પાઇપલાઇન નાખ્યા બાદ બંને છેડાના જોડાણ માટેની કામગીરી હાથ ધરાનાર છે. જેના કારણે બે દિવસ પાણી પુરવઠો બંધ રહેવાથી શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો કે પાલિકાએ અન્ય કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાનુ કહેવાય છે.

વાપી પાલિકાની દમણગંગા ઇન્ટેક વેલ ઉપરથી નગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ ઉપર આવતી 900 એમએમ ડાયા જી.આર.પી. ની મુખ્ય પીવાના પાણીની પાઇપ લાઇન ને.હા.નં.48 ના સર્વિસ રોડથી જે ટાઈપ રોડ ઉપર વાપી જીઆઈડીસી તરફથી 900 એમ એમ ડાયા ડી.આઈ. પાણીની પાઇપ લાઇન નવી નાખવામાં આવી છે. આ પાણીની પાઇપ લાઇન બંને છેડાં ઉપર જોડાણનું કામ 19 અને 20 જુને હાથ ધરાશે. જેના કારણે વાપી નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો બે દિવસ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...