કાર્યવાહી:કંપનીમાંથી કેમિકલની ચોરીમાં વોચમેન ઝડપાયો

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 લાખના મુદ્દામાલની ચોરી કરાઇ હતી

વાપીની આરતી કંપનીના ગોડાઉનમાંથી કેમિકલની ચોરીમાં વોચમેનને પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. વાપી જીઆઇડીસી ફર્સ્ટ ફેસ ખાતે આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝના મેનેજર જીતેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ વાઇબ્રન્ટ પાર્ક ખાતે આવેલ ગોડાઉનમાં તેઓ પેલેડીયમ કેટાલીસ્ટ કેમિકલ રાખતા હતા. ફેબ્રુઆરીમાં પેલેડીયમ કેટાલીસ્ટ રિકવરી માટે મોકલતા તે રીકવર થઇને ઓછું આવતા શંકાના આધારે સીસીટીવીની ચકાસણી કરાઇ હતી.

જેમાં વોચમેન સચિનસિંહ કંપનીના કર્મી સાથે કેમિકલ ચોરતા નજરે ચઢ્યો હતો. જેથી આરોપી વોચમેન અને કંપનીમાં એસ્યોરન્સ વિભાગમાં નોકરી કરતા ધર્મેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વોચમેન સચિનસિંહને પકડી પાડી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...