તંત્ર નિષ્ફળ:મુંબઇ-અમદાવાદ હાઇવે પર ઝાડના ડાળખા નાખીને ખાડાની ચાલકોને ચેતવણી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીથી વલસાડ સુધીના હાઇવે પર તંત્ર નિષ્ફળ

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ વચ્ચે મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડી ગયાં છે. ચાલકોએ કેન્દ્રીય પરિવહન મંત્રી સુધી ફરિયાદો કરવા છતાં પણ મરામત કામગીરી હાથ ધરાઇ નથી. પરિણામે સોમવારે કેટલાક સ્થાનિક યુવાનોએ હાઇવે પરના ખાડાઓ પર ઝાડના ડાળખા નાખી વાહન ચાલકોને ચેતવવાનો પ્રયાસ કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરોટી ફેઇ‌લ સાબિત થઇ રહી છે. ભીલાડથી ડુંગરી સુધીના નેશનલ હાઇવે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી વ્યવસ્થિત ન કરાતાં વરસાદના આગમન સાથે જ હાઇવે પર મોટા ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે.

કારણ કે વાપી નજીક બલીઠા,સલવાવ, મોરાઇ,પારડી, પારનદી બ્રિજ, અતુલ સહિતના હાઇવે પર મોટા ખાડાઓ પડી ગયાં છે. મુંબઇથી અમદાવાદ તરફના આ નેશનલ હાઇવે પર હાલ કોઇ મરામત કામગીરી દેખાતી નથી. પરિણામે મોટા ખાડાઓમાં સ્થાનિક વાહન ચાલકો પડતાં અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. સોમવારે કેટલાક જાગૃત યુવાનોએ હાઇવે પર ખાડાઓમાં ઝાડની ડાળખીઓ નાખી વાહન ચાલકોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નેશનલ હાઇવે ઓથોરોટીની ટીમે કોઇ જ કામગીરી કરી નથી. પરિણામે અહી સતત અકસ્માતનો ડર વાહન ચાલકો સેવી રહ્યાં છે.

દરરોજ રિપેરની કામગીરી અમે કરી રહ્યાં છે
ચોમાસાના કારણે રોજ રિપેરની કામગીરી કરવામાં આવી રહી છે. વાપી હાઇવે પર પણ આ કામગીરી ચાલુ છે. છતાં પણ કોઇ સ્થળે બાકી હોય તો ફરિયાદ મળતાં તેને ઉકેલી દેવામાં આવશે. - રાહુલ જલન, અધિકારી, નેશનલ હાઇવે ઓથોરોટી,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...