પોલીસની બાજ નજર:ઉશ્કેરણીજનક મેસેજ કે ફોટો વાયરલ કરતા પહેલા ચેતજો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશ્યિલ મીડિયા પર જિલ્લા સાયબર પોલીસની બાજ નજર

વાપી તેમજ જિલ્લામાં કોમી એખલાસભર્યુ વાતાવરણ જાળવવા માટે જિલ્લા પોલીસે તમામને અપીલ કરતા જણાવ્યું છે કે, સોશ્યિલ મીડિયાના માધ્યમથી કેટલાક અસામાજિક તત્વો શહેરમાં શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આવા લોકો ઉપર અંકુશ લાવવા તેઓ સામે તાત્કાલિક કડક પગલા લેવાની તૈયારી પોલીસે દર્શાવી છે.

હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક અસામાજિક તત્વો દ્વારા શહેરમાં ચાલી રહેલી શાંતિ ડહોળાય તેવા પ્રયત્નોના ભાગરૂપે અમુક પોસ્ટ તથા ફોટા વાયરલ કરાઇ રહ્યા છે. આવી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખવા માટે વલસાડ જિલ્લા પોલીસની ટેકનીકલ તથા સાયબર ક્રાઇમ ટીમ તેમજ વાપી પોલીસ સતત કાર્યરત છે.

જો કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક મેસેજ કે કોમી એખલાસ ભર્યા વાતાવરણની શાંતિને ડહોળવાની પ્રવૃતિઓ થતી હોવાનું જણાય આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. વાપી ટાઉન પોલીસને મદદરૂપ થવા મો.નં. 7984188023 ઉપર માહિતી વોટ્સએપ શેર કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...