નાણાંનો વ્યય:વાપી પાલિકાના વોર્ડ નં. 1ના ચલા ત‌‌ળાવને વિકસાવવા 5.60 કરોડ ખર્ચ છતાં હાલ ખંડેર

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદાધિકારીઓએ મોટા ઉપાડે પ્રોજેકટો ખુલ્લા મુકયા પરંતુ ઉપયોગ નહિવત‎

વાપી પાલિકાએ થોડા વર્ષો પહેલા વોર્ડ નં. 1 ચલા ગુરૂકૂળ રોડ પર ચલા તળાવને વિકસાવવા રૂ.5.60 કરોડનો ખર્ચ કર્યો હતો. ચલાવાસીઓ મોટી સંખ્યામાં આ તળાવમાં તમામ સુવિધાનો ઉપયોગ કરશે એવી જાહેરાત કરી હતી. ફ્રન્ટ આર્ટ ગેલેરી, જોગિંગ પાર્ક,બોટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, યુટીલીટી એરિયા લેન્ડ સ્કેપ ગાર્ડન સહિતની વિવધ સુવિધાઓથી સજ્જ ચલા ત‌ળાવને સુશોભિત કરાયુ હતું. પરંતુ હાલ સ્થિતિ બદલાઇ ગઇ છે. હાલ ચલા ત‌ળાવ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ લોકો આ તળાવમાં સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી.

વાપી પાલિકાના નવા શાસકોએ વિવિધ તળાવો અને ગાર્ડનની મુલાકાત લઇ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ, પરંતુ નવા પદાધિકારીઓએ ક્ષતિઓ દુર કરવાની જગ્યાએ તળાવ-ગાર્ડનનું સંચાલન કર્તાઓ સામે દોષનો ટોપલો ઢોળ્યો હતો. જો કે ચીફ ઓફિસર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે કેટલાક પ્રોજેકટ કર્યા બાદ યોગ્ય પ્રચારનો અભાવ તથા કેટલીક ક્ષતિઓના કારણે લોકો ઉપયોગ કરી રહ્યાં નથી, પરંતુ તળાવો અને ગાર્ડનનો લોકો ઉપયોગ કરે તે દિશામાં કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...