છેતરપિંડી:નાનાપોંઢામાં લોભામણી સ્કીમમાં ચીખલીના વોન્ટેડ બે ઝડપાયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી
  • ​​​​​​​LCBએ અગાઉ 3ને પકડી 55 લાખનો માલ કબજે કર્યો હતો

નાનાપોંઢા તેમજ આજુબાજુના વિસ્તારમાં લોભામણી સ્કીમોના આધારે રોકાણ કરાવતા ગેંગના ત્રણ આરોપીને પકડી પાડી એલસીબીએ રૂ.55.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ કેસમાં વોન્ટેડ ચીખલીના અન્ય બે આરોપીને પકડી પાડી પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી છે.

એલસીબીની ટીમે મંગળવારે નાનાપોંઢા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટાપોંઢા નહેર પાસેથી નંબર વગરની ફોર્ચ્યુનર તથા સ્કોર્પિયો કાર સાથે આરોપી ઉમેશ સુરેશ પટેલ, અજય નટુ પટેલ અને શ્યામલ નરેશ પટેલને પકડી પાડી ડ્રીમ900ના નામે લોકો પાસેથી રોકાણ કરાવતા હોવાનું બહાર આવ્યું હતું.

જે અંગે લાયસન્સ ન હોય તેઓ સામે નાનાપોંઢા પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો નોંધી આ કેસમાં ચીખલીના બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. આરોપીઓ પાસેથી લેપટોપ, રોકડા, કાર અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.55.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે બીજા દિવસે વોન્ટેડ આરોપી ભાગ્યેશ પટેલ રહે.રૂમલા ચીખલી અને વિશાલ રહે.અગાસી ચીખલીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...