ક્રાઇમ:વાપી ટાઉન મારામારી કેસમાં વોન્ટેડ બે આરોપીની ધરપકડ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂની અદાવતને લઇ બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી

વાપી મચ્છીમાર્કેટમાં રહેતા યુવક અને પાલિકા સભ્ય વચ્ચે થોડા મહિના અગાઉ જનસેવા હોસ્પિટલની સામે જૂની અદાવતને લઇ બોલાચાલી થઇ હતી. જે બાદ મચ્છીમાર્કેટના યુવકો સભ્યના ઘરે જઇ બબાલ કરતા દિલીપ યાદવ તેમને સમજાવવા મચ્છી માર્કેટ આવ્યો હતો.

તે દરમિયાન પથ્થરમારો થતા બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. બનાવના પગલે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ મુજબ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં વોન્ટેડ આરોપી ભાવેશ પટેલ રહે.નામધા અને પ્રવીણ પાટીલ રહે.વાપી ટાઉન ની પોલીસે શુક્રવારે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...