કાર્યવાહી:વાપી વાયબ્રન્ટ પાર્કના જુગાર કેસમાં વોન્ટેડ વેપારી ઝડપાયો

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જુગારનો આરોપી - Divya Bhaskar
જુગારનો આરોપી
  • જુગાર રમતા 12ને પકડી 2 લાખ કબજે કરાયો હતો

LCBએ મંગળવારે બાતમીના આધારે વાપી જીઆઇડીસી સ્થિત વાયબ્રન્ટ પાર્કના એક ગાલામાં રેડ કરી 12 લોકોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી રોકડા મોબાઇલ અને વાહન મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં વોન્ટેડ દુકાન માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.

એલસીબીએ મંગળવારે વાયબ્રન્ટ શાક માર્કેટમાં રેઇડ કરતા ગાલા નં.એ-10ના પહેલા માળે જુગાર રમતા એક બાળકિશોર સહિત 12 લોકો ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.14,740 તથા 12 મોબાઇલ કિં.રૂ.51000 તેમજ 4 વાહન કિં.રૂ.1,40,000 મળી કુલ રૂ. 2,05,740નો મુદ્દામાલ કબજે લઇ ગાલા માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ વાપી ટાઉન પોલીસ મથકમાં સોંપાઇ હતી. ગાલા નં. એ-10નો માલિક શૈલેષ ઉર્ફે બબલુ સર્વદેવ જયસ્વાલની વાપી ટાઉન પોલીસના પીએસઆઇ એન.સી.સગરએ ગુરૂવારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઓફિસને જુગારના અડ્ડા તરીકે વાપરતો
આ કેસમાં ગાલા નં.એ-10નો માલિક શૈલેષ ઉર્ફે બબલુ સર્વદેવ જયસ્વાલ પોતાની ઓફિસને જુગાર રમવા માટે અડ્ડા તરીકે વાપરી રહ્યો હતો. જ્યારે જુગાર રમાડનારા પાસેથી તે ગેમ પ્રમાણે રૂપિયા પણ લેતા હોવાની માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...